અગાશી પર સૂઇ ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૫૯ લાખની ચોરી

ચોર ટોળકી સોના - ચાંદીના દાગીના અને ઘડિયાળ ચોરીને ફરાર

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
અગાશી પર સૂઇ ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૫૯ લાખની ચોરી 1 - image

વડોદરા,ગરમીમાં અગાશી પર સૂઇ ગયેલા પરિવારના મકાનની જાળીનો નકુચો તોડીને ચોર ટોળકી સોના - ચાંદીના દાગીના સહિત ૧.૫૯ લાખની મતા ચોરી  ગઇ હતી.

મકરપુરા રોડ નોવિનો પાસે પદમ  પાર્ક સોસાયટીમાં રહેતા વસુમતિબેન નટવરલાલ દરજી બીગ બાસ્કેટમાં નોકરી કરે છે. ગત તા. ૧૮ મી એ રાતે ૧૨ વાગ્યે તેઓ પરિવાર સાથે જમીને અગાશી પર સૂઇ ગયા હતા. સવારે તેમની દીકરી ઉઠીને નીચે ગઇ હતી. ત્યારબાદ જાળીને તાળું મારી પરત ઉપર આવીને તે સૂઇ ગઇ હતી. સવારે પોણા છ વાગ્યે વસુમતિબેન ઉઠીને નીચે ગયા ત્યારે લોખંડની જાળીનો નકુચો તૂટેલી  હાલતમાં  હતો. ઘરમાં જઇને તપાસ કરતા તિજોરીનો સામાન વેરવિખેર હતો. ચોર ટોળકી ઘરમાંથી સોના - ચાંદીના દાગીના તથા ઘડિયાળ મળીને કુલ ૧.૫૯ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News