Get The App

ન્યુ વીઆઈપી રોડ અને તરસાલીના બંધ મકાનમાંથી ચોરી

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
ન્યુ વીઆઈપી રોડ અને તરસાલીના બંધ મકાનમાંથી ચોરી 1 - image


                                                                Image Source: Freepik

વડોદરા, તા. 17 નવેમ્બર 2023 શુક્રવાર

ન્યુ વીઆઈપી રોડ અને તરસાલીના બંધ મકાનની નિશાન બનાવીને ચોર ટોળકી પોણા ત્રણ લાખની માતા ચોરી ગઈ હતી.

ન્યુ વીઆઇપી રોડ નારાયણ સોસાયટીમાં રહેતા વિજયભાઈ સૂર્યકાંતભાઈ દવે મંજુસર જીઆઇડીસી ની ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે તેમના પત્ની નિમિષાબેન કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં આઈસીયુ ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે ગત 22 મી ઓક્ટોબરે નવરાત્રીના તહેવારમાં તેઓ વતન ખેડા જિલ્લાના વસો ગામમાં ગયા હતા તે દરમિયાન તેમના મકાનનો દરવાજાનું ઇન્ટરલોક તોડી ઘરમાં ગુસેલા ચોર સોના ચાંદીના દાગીના તથા રોકડા 5000 મળી કુલ 1.98 લાખની માતા ચોરી ગયા હતા જે અંગે તેમણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે અન્ય એક બનાવવામાં તરસાલી મોતીનગરમાં રહેતા વશિષ્ઠ શશીકાંત પૈસા ઇમિટેશન જ્વેલરી ની દુકાન ચલાવે છે ગત 15મી નવેમ્બરે મકાનને લોક મારીને પરિવાર સાથે માંજલપુર ધર્મરાજ નગરમાં રહેતા માતા ના ઘરે ગયા હતા અને બીજે દિવસે સવારે 10:15 વાગે તેમના મકાને પરત આવ્યા હતા તે દરમિયાન ચોર ટોળકી તેમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા 10,000 મળી કુલ 78,772 રૂપિયાની માતા ચોરી ગઈ હતી.


Google NewsGoogle News