Get The App

છાણી પોલીસ સ્ટેશનની સામેના ફળિયામાં જ બંધ મકાનમાંથી ચોરી

સોના - ચાંદીના દાગીના સહિત ૧.૨૪ લાખની મતા લઇ જતા ચોર

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
છાણી  પોલીસ સ્ટેશનની સામેના ફળિયામાં જ બંધ મકાનમાંથી ચોરી 1 - image

વડોદરા,છાણી પોલીસ સ્ટેશનની સામે આવેલા સ્વામિ નારાયણ ફળિયામાં ત્રાટકેલા ચોર બંધ મકાનના દરવાજાનું લોક તોડી ૧.૨૪ લાખની મતા ચોરી ગયા હતા. જે અંગે છાણી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

છાણી પોલીસ સ્ટેશનની સામે સ્વામિ નારાયણ ફળિયામાં રહેતા વિપુલભાઇ મહેન્દ્રભાઇ કોઠારી  હાલમાં છાણી જકાત નાકા  પાસે કુંજ પ્લાઝા એન્ડ પેરેડાઇઝમાં રહે છે. તેઓ ચકલી સર્કલ પાસે આવેલી આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કમાં રિઝનલ મેનેજર છે. તેમના પપ્પા સ્વામિ નારાયણ કુંડળ ખાતે રહે છે અને મમ્મી તેમની સાથે રહે છે. તેમના મમ્મી સ્વામિ નારાયણ ફળિયામાં અઠવાડિયામાં એક વખત સાફ સફાઇ કરવા માટે જાય છે. ગત તા. ૨૫ મી એ તેમના મમ્મી મકાનમાં સાફ સફાઇ કરીને પરત ઘરે આવ્યા હતા. ત્યારબાદ આજે પાડોશીએ ફોન કરીને જાણ કરી કે, તેમના મકાનમાં ચોરી થઇ છે. તેઓએ ઘરે જઇને તપાસ કરી તો ચોર ટોળકી ઘરમાંથી ચાંદીના સિક્કા, સોના - ચાંદીના દાગીના મળી કુલ રૃપિયા ૧.૨૪ લાખની મતા ચોરી ગયા હતા. 


Google NewsGoogle News