વડીવાડીમાં રહેતા પરિવારના બંધ મકાનના તાળા તોડીને ચોરી

સોના ચાંદીના દાગીના મળી ૧.૮૦ લાખની મતા લઇ જતા ચોર

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
વડીવાડીમાં રહેતા પરિવારના બંધ મકાનના તાળા તોડીને ચોરી 1 - image

 વડોદરા,વડીવાડી પટેલ ફળિયામાં રહેતા પરિવારના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી ૧.૮૦ લાખની મતા લઇ  ગઇ હતી. 

વડીવાડી પટેળ ફળિયામાં રહતો દર્શન સતિષભાઇ પારેખ સાઉન્ડ સિસ્ટમનો ધંધો કરે છે. તેની ઓફિસ જોગીદાસ વિઠ્ઠલની પોળમાં છે. ગઇકાલે સાંજે દર્શન અને તેની માતા મિનાક્ષીબેન મકાનને તાળું મારીને આણંદમાં રહેતા સંબંધીના ઘરે ગયા હતા. તેઓ રાત્રે ત્યાં જ રોકાયા હતા. આજે સવારે પડોશમાં રહેતા હર્ષ જેઠવાએ ફોન કરીને જાણ કરી કે, તમારા ઘરના મકાનની જાળીનું તાળું તૂટેલું છે. ચોરી થઇ હોવાનું જણાય છે. જેથી, દર્શને તેઓને ઘરમાં તપાસ કરવાનું કહેતા ઉપરના માળે જઇને તપાસ કરતા ઉપરની રૃમનું તાળું  પણ ચોરોએ તોડી નાંખ્યું હતું. મકાનની અંદરનો સામાન વેરવિખેર હાલતમાં હતો. જેથી, દર્શન અને તેની માતા આણંદથી તરત ઘરે આવ્યા હતા. તેઓએ ઘરે આવીને ચેક કરતા સોના - ચાંદીના દાગીના મળી કુલ રૃપિયા ૧.૮૦ લાખની મતા ચોર લઇ ગયા હતા. જે અંગે કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News