યુવાન અને તેના પરિવાર દ્વારા અવારનવાર ઝઘડો પણ કરવામાં આવતો ઃ અડાલજ પોલીસે ચાર સામે ગુનો દાખલ કર્યો

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
યુવાન અને તેના પરિવાર દ્વારા અવારનવાર ઝઘડો પણ કરવામાં આવતો ઃ અડાલજ પોલીસે ચાર સામે ગુનો દાખલ કર્યો 1 - image


દીકરીને ભગાડી ગયા બાદ પાછી જોઈતી હોય તો રૃપિયા આપો

અડાલજમાં દંપતી ઉપર લાકડીઓ અને છરી વડે હુમલો કરાયો

ગાંધીનગર :  અડાલજમાં રહેતી સગીરાને ભગાડી ગયા બાદ પરત જોઈતી હોય તો રૃપિયાની માંગણી કરનાર યુવાન અને તેના પરિવારજનો દ્વારા સગીરાના માતા-પિતા ઉપર હુમલો કરાયાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભ હાલ અડાલજ પોલીસ દ્વારા ચાર શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા અડાલજમાં રહેતા અને મૂળ મહેસાણા જિલ્લાના વતની એવા પરિવારની સગીર દીકરીનું દોઢ વર્ષ અગાઉ માણસાના લાકરોડા ગામમાં રહેતો યુવાન જીગર નાગજીભાઈ રબારી ભગાડી ગયો હતો અને ત્યારબાદ પરિવારજનો દ્વારા દીકરી પરત માગવામાં આવતા રૃપિયાની માંગણી કરવામાં આવતી હતી અને આ મામલે છેલ્લા ઘણા સમયથી સમાજમાં અંદરો અંદર ઝઘડો પણ ચાલતો હતો. જીગર અવારનવાર આ સગીરાના પરિવારજનોને પણ હેરાન કરતો હતો. દરમિયાનમાં ગત શનિવારની રાત્રે સગીરાના માતા પિતા અડાલજમાં ઘર આગળ સૂઈ રહ્યા હતા તે દરમિયાન લાકરોડા ગામમાં રહેતા રાજુભાઈ રબારી, મેલાભાઈ રબારી અને મોહનભાઈ રબારી એક બાઈક અને કાર લઈને આવ્યા હતા અને ત્યારબાદ હાથમાં રહેલી છરી અને ધોકાઓ વડે દંપતિ ઉપર હુમલો કરી દીધો હતો.

આ તકરારમાં તેમની વસાહતમાં રહેતા પાર્થ દવે વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ત્યારબાદ આ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. ઘાયલ દંપતિને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. જ્યાં તેમની ફરિયાદના આધારે અડાલજ પોલીસે લાકરોડાના ચાર શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News