જૈન સાધ્વી સાથે વિહાર કરતાં યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારી

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
જૈન સાધ્વી સાથે વિહાર કરતાં યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારી 1 - image

image : Freepik

- કરજણ હાઈવે પર વહેલી સવારનો બનાવ : ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો

વડોદરા,તા.20 ડિેસેમ્બર 2023,બુધવાર

ભરૂચ વડોદરા નેશનલ હાઇવે પર જૈન સાધ્વીજીની વિહાર પદયાત્રા ચાલતી હતી જૈન સાધ્વી અને તેમની સાથે વિહાર કરતાં હર્ષિલ બીપીનચંદ્ર શાહ કરજણ તાલુકાના બામણગામ બસ સ્ટેન્ડ પાસે આવ્યા હતા. સાધ્વી આગળ ચાલતા હતા અને હર્ષિલ પાછળ ચાલતા હતા. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવેલા એક અજાણ્યા વાહને સવારના સુમારે હર્ષિલને ટક્કર મારીને અજાણ્યું વાહન ફરાર થઈ ગયું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હર્ષિલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે જ્યારે કરજણ પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News