Get The App

આડા સંબંધની શંકા રાખી યુવક પર હુમલો કરી ધમકી

ટોળું ભેગું થઇ જતા આરોપીઓ ફરાર થઇ ગયા

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
આડા સંબંધની શંકા રાખી યુવક પર હુમલો કરી ધમકી 1 - image

વડોદરા,કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુવક પર આડા સંબંધની શંકા રાખી ચાર હુમલાખોરોએ માર માર્યો હતો. જે અંગે મકરપુરા  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તરસાલી રેવા પાર્ક સોસાયટીમાં રહેતો ગૌરાંગ મહેશભાઇ સોલંકી તરસાલી પાણીની ટાંકી ખાતે કી - મેન તરીકે છેલ્લા છ મહિનાથી કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  આજવા રોડ ગાયત્રી  પાર્ક સોસાયટીમાં રહેતા ચીમનભાઇ બાબુભાઇ સોલંકી તેમના બે દીકરાઓ સહિત ચાર હુમલાખોરો ગઇકાલે મારી નોકરીના સ્થળે આવ્યા હતા. આડા સંબંધની શંકા રાખી તેઓએ મારા પર હુમલો કર્યો હતો. તેઓએ લાકડાના ડંડા વડે મને માર માર્યો હતો. દરમિયાન ટોળું ભેગું થઇ જતા હુમલાખોરો જતા રહ્યા હતા. જતા સમયે તેઓએ જાનથી મારી નાંખવાની  ધમકી આપી હતી.


Google NewsGoogle News