વાડી મોટી વોરવાડમાં રહેતા યુવકને મુંબઇ પોલીસ લઇ ગઇ

ચેક રિટર્નના કેસમાં નાસતો ફરતો ઘડિયાળી પોળનો કેબલ ઓપરેટર પણ ઝડપાયો

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
વાડી મોટી વોરવાડમાં રહેતા યુવકને મુંબઇ પોલીસ લઇ ગઇ 1 - image

 વડોદરા,મુંબઇના છેતરપિંડી અને આઇ.ટી.એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને વાડી પોલીસે ઝડપી પાડી મુંબઇ પોલીસને હવાલે કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઇન બાંગુરનગર લીંક રોડ પોલીસ સ્ટેશનમાં થોડા સમય  પહેલા છેતરપિંડી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો. તે ગુનામાં વાડી મોટી વોરવાડમાં રહેતો મુખ્તાર અહેમદ ગોલાવાલાની સંડોવણી બહાર આવતા મુંબઇ પોલીસ તેેને પકડવા માટે વડોદરા આવી હતી. પોલીસે મુખ્તાર અહેમદને પકડી મુંબઇ પોલીસને સોંપી  દીધો હતો.

જ્યારે અન્ય એક બનાવમાં ઘડિયાળી  પોળ કરોડિયા પોળ નારાયણ દેવની ખડકીમાં રહેતા અને કેબલ કનેક્શનનો ધંધો કરતા અલ્પેશ પ્રદ્યુમનભાઇ શાહને ચેક રિટર્નના કેસમાં સજા થઇ હતી. તે નાસતો ફરતો હોઇ અદાલત દ્વારા તેનું પકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. વાડી પોલીસે આજે  તેને ઝડપી પાડયો છે.


Google NewsGoogle News