ગોરવાની કેનાલમાં પૂજાનો સામાન પધરાવવા ગયેલો યુવક લાપત્તાઃચંપલ-સ્કૂટર મળ્યા

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
ગોરવાની કેનાલમાં પૂજાનો સામાન પધરાવવા ગયેલો યુવક લાપત્તાઃચંપલ-સ્કૂટર મળ્યા 1 - image
symbolic
વડોદરાઃ ગોરવા વિસ્તારમાં આવેલી કેનાલમાં ગઇકાલે પૂજાપો પધરાવવા માટે ગયેલો યુવક લાપત્તા થઇ જતાં તેને શોધવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,ગોરવા વિસ્તારમાં રહેતો દેવવ્રત નામનો યુવક કેનાલમાં લાપત્તા થયો હોવાનો ગઇકાલે સાંજે કોલ મળતાં ફાયર બ્રિગેડની ટીપી-૧૩ની ટીમે શોધખોળ કરી હતી.

અંધારૃ છવાતાં ગઇકાલે પડતી મૂકેલી કામગીરી આજે ફરીથી ચાલુ રાખી હતી.પરંતુ લાપત્તા યુવકના કોઇ સગડ મળ્યા નહતા.ગૂમ થયેલો યુવક પૂજાપો પધરાવવા માટે આવ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ,પૂજાપો પધરાવવા ગયેલો દેવવ્રત પરત નહિં ફરતાં તેની શોધખોળ કરવામાં આવી હતી.કેનાલ પાસે ચંપલ અને સ્કૂટર મળી આવતાં પરિવારજનોને શંકા પડી હતી અને પોલીસને જાણ કરતાં કેનાલમાં ગૂમ થયો હોવાની આશંકાને પગલે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી


Google NewsGoogle News