હું પરણેલી છું તું મને છોડી દે..તેમ યુવતીએ કહેતા યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
હું પરણેલી છું તું મને છોડી દે..તેમ યુવતીએ કહેતા યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું 1 - image

વડોદરા,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

વડોદરાના છાણી વિસ્તારની એક હોટલમાં પરિણીત પ્રેમિકાને લઈ દિવસ વિતાવવા ગયેલા પ્રેમીએ બાથરૂમમાં જઈ આપઘાત કર્યો હતો. પરણિત પ્રેમિકાએ તેને છોડી દેવાની વાત કરતા અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગત અનુસાર વડોદરા તાલુકાના કરચિયા ગામના માડી મહોલ્લામાં કિરીટ કાકાના પાનની દુકાનની સામે રહેતા 25 વર્ષના પૃથ્વી ઘનશ્યામ માળીને એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો. બંને અને અનેકવાર મળતા હતા. પ્રેમિકા સાથે દિવસ વિતાવવા માટે છાણી વિસ્તારની અયાન હોટલમાં બને ગયા હતા. જ્યાં પૃથ્વીએ યુવતીને પોતાની સાથે લગ્ન કરવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ પોતે પરણેલી હોવાથી મને છોડી દે તેમ કહેતા પૃથ્વી નાશીપાસ થયો હતો. અને બાથ લેવા જાઉં છું તેમ કહી બાથરૂમમાં ગયો હતો. અને સાવરના પાઇપ પર ટોવેલ બાંધી ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.

લાંબા સમય સુધી બાથરૂમનું બારણું નહીં ખુલતા યુવતીએ દ્વાર ખોલવા પ્રયાસ કર્યો હતો. પરંતુ નહીં ખુલતા છેવટે રિસેપ્શન પર જઈ હોટલ કર્મચારીની મદદ માગી હતી. તેને કારણે હોટલ કર્મચારીએ દરવાજો ખોલતા પૃથ્વી મૃત્યુ પામેલી હાલતમાં જોવા મળ્યો હતો.તેથી ફતેગંજ પોલીસને જાણ કરી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગેસ સિલિન્ડરની રિક્ષામાં પાદરા જતો યુવક ત્રણ માસથી બેકાર

મૃતક પૃથ્વી પાદરા તરફ જતી ગેસ સિલિન્ડરની રિક્ષામાં સિલિન્ડર સાથે જતો હોવાની નોકરી કરતો હતો જોકે ત્રણ મહિનાથી તે બેકાર હોવાની કેફિયત તેના પિતાએ પોલીસને રજૂ કરી હતી.


Google NewsGoogle News