સબંધો નહિ રહેતાં વિધર્મીએ તું મારી વાતો કરે છે તેમ કહી મહિલાને માર માર્યો
એક મહિલા અને વિધર્મી યુવક વચ્ચે સબંધો નહિ રહેતાં યુવકે મહિલાને તું મારી વાતો કેમ કરે છે તેમ કહી રસ્તા પર માર માર્યો હતો.
મહિલાએ કહ્યું છે કે,મારે હવે જુનેદ પઠાણ સાથે હવે સબંધો નથી.ગઇકાલે સવારે અગિયારેક વાગ્યાના અરસામાં જુનેદ મારે ત્યાં આવ્યો હતો અને જાળી પાસેથી તું મારી વાતો કેમ કરે છે તેમ કહી બૂમો પાડી મને નજીકના ઝાડ પાસે બોલાવી હતી.
હું ત્યાં જતાં જુનેદે ફરીથી કેમ મારી વાતો કરતી ફરે છે તેમ કહી હાથ પકડી ગાળો દીધી હતી.હું ભાગવા જતાં તેણે મને પકડીને થપાટો મારી હતી,જેથી મારી ચેન ક્યાંક પડી ગઇ હતી.હું પણ નીચે પડી જતાં મને લાતો મારી હતી.અકોટા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.