Get The App

બર્થ ડે હોય તો દારૃની પાર્ટી તો કરવી જ પડેને તેમ કહી મહિલા પોલીસને લાફો માર્યો

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
બર્થ ડે હોય તો દારૃની પાર્ટી તો કરવી જ પડેને તેમ કહી મહિલા પોલીસને લાફો માર્યો 1 - image

વડોદરાઃ સયાજીગંજ વિસ્તારમાં ગઇરાતે ઝઘડો થતાં પોલીસની મદદ લેનાર મહિલાને જ પોલીસ કસ્ટડીમાં જવાનો વખત આવ્યો હતો.

પરશુરામ ભઠ્ઠામાં મહારાજા નગરમાં રહેતી કોમલ કૃણાલભાઇ સિન્ધેએ ગઇકાલે નમતી બપોરે મુકેશ જાદવ ઝઘડો કરતો હોવાનું કહી પોલીસ કંટ્રોલરૃમની મદદ લીધી હતી.જેથી સયાજીગંજ પોલીસની પીસીઆર તેમજ મહિલા એલઆરડી જાગૃતિબેન સ્થળ પર પહોંચ્યા હતા.

આ વખતે મહિલાનો પતિ કૃણાલ સિન્ધે દારૃના નશામાં જણાઇ આવતાં પોલીસે તેને વાનમાં બેસાડવા તજવીજ કરી હતી.જેથી કોમલ ઉશ્કેરાઇ હતી અને બર્થ ડેએ દારૃની પાર્ટી તો કરવી જ પડેને તેમ કહી સરકારી કામમાં અડચણ કરી હતી.તેણે મહિલા એલઆરડીને પણ લાફો ઝીંકી દીધો હતો.જેથી પોલીસે કોમલ સિન્ધે સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News