ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડરની પત્નીએ આગોતરા જામીન માંગ્યા

ગ્રાહકો પાસેથી બુકીંગ પેટે રૃપિયા લઇ પઝેશન આપ્યું નહતું અને પૈસા પણ પરત આપ્યા નહતા

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડરની પત્નીએ આગોતરા જામીન માંગ્યા 1 - image

વડોદરા,ન્યૂ વી.આઇ.પી.રોડ ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમના બિલ્ડર અને તેના પત્ની વિરૃદ્ધ શહેરમાં  અલગ - અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ૧૩ ફરિયાદોમાં જેલવાસ ટાળવા માટે બિલ્ડરની પત્નીએ આગોતરા જામીન માંગ્યા છે.

વર્ષ - ૨૦૧૫ માં કેયા બિલટેક એલએલપી નામની  પેઢીના ભાગીદાર મનિષ મહેન્દ્રભાઇ પટેલે ખોડિયાર નગર ચાર રસ્તા પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમ મૂકી હતી. તે સ્કીમમાં દુકાન અને ઓફિસો બુક કરી ગ્રાહકોએ રૃપિયા આપ્યા હતા. પરંતુ, બિલ્ડર દ્વારા કોઇને પઝેશન અપાયું નહતું. અને  રૃપિયા  પણ પરત આપવામાં આવ્યા નહતા. બિલ્ડર મનિષ મહેન્દ્રભાઇ પટેલ અને તેની પત્ની  રૃપલ સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક અને બાપોદ પોલીસ સ્ટેશનમાં ૧૨ ગુનાઓ દાખલ થયા હતા. ૧૩ ગુનામાં આગોતરા જામીન મેળવવા માટે બિલ્ડરની પત્નીએ કોર્ટમાં અરજી કરી છે. જેની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.


Google NewsGoogle News