Get The App

પત્ની પિયર જતી રહી અને પતિએ ફાંસો ખાઇ લીધો

દીકરી સ્કૂલેથી ઘરે આવી ત્યારે આપઘાતની જાણ થઇ

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
પત્ની પિયર જતી રહી અને પતિએ ફાંસો ખાઇ લીધો 1 - image

વડોદરા,પતિ - પત્ની વચ્ચે નજીવી બાબતે તકરાર થતા પત્ની પિયર જતી રહી હતી. જ્યારે આવેશમાં આવેલા પતિએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

ઉંડેરા  ગામ કોયલી રોડ શક્તિ નગર સોસાયટીમાં રહેતા ૨૪ વર્ષનો સંદિપ ચંદ્રકાંતભાઇ વાઘેલા અગાઉ ચાર મહિનાથી નોકરી જતો નહતો. જેના કારણે પરિવાર આર્થિક તંગીમાં હતો. ગઇકાલે પતિ પત્ની વચ્ચે નજીવી બાબતે તકરાર થઇ હતી. જેના પગલે  પત્ની આજે સવારે ૧૦ વાગ્યે પિયર જતી રહી હતી. સંદિપનો પુત્ર ઘરમાં જ સૂતો હતો. જ્યારે તેની પુત્રી સ્કૂલે ગઇ હતી. સવારે ૧૧ વાગ્યે પુત્રી સ્કૂલેથી પરત આવી ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. ઘરમાં સૂતા ભાઇને તેણે બૂમ પાડીને જગાડી દરવાજો ખોલવા કહ્યું હતું. દરવાજો ખૂલતા અંદર જઇને જોયું તો તેના પિતા ફાંસો ખાધેલી હાલતમાં હતો. તેણે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. બનાવ અંગે જવાહર નગર પોલીસને જાણ કરવામાં આવતા જવાહર નગર  પોલીસે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


Google NewsGoogle News