વોન્ટેડ આરોપીએ દુકાન ભાડે રાખી ફરીથી દારૃ વેચવાનું શરૃ કર્યુ

પાણીગેટ ત્રણ રસ્તા પાસે દારૃ લઇને ઉભેલો આરોપી ઝડપાયો

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News

 વોન્ટેડ આરોપીએ દુકાન ભાડે રાખી ફરીથી દારૃ વેચવાનું શરૃ કર્યુ 1 - imageવડોદરા,દારૃના ગુનામાં વોન્ટેડ આરોપીએ દુકાન ભાડે રાખી ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો હતો. અટલાદરા  પોલીસે આરોપીને ઝડપી પાડી ૪૨  હજારનો દારૃ કબજે લીધો છે.

સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી જીવરાજ ઉર્ફે જીવો રાધેશ્યામભાઇ રાજપૂતે (રહે. સંતોષ નગર, રિલાયન્સ મોલની ગલીમાં, તાંદલજા) હાલમાં નીલ નંદીશ કોમ્પલેક્સ, બિલ કેનાલ રોડ ખાતે દુકાન ભાડે રાખી છે. તેવી માહિતી અટલાદરા પોલીસને મળતા પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા જીવરાજ મળી આવ્યો હતો. દુકાનમાં તપાસ કરતા દારૃની ૮૬ બોટલ કિંમત રૃપિયા ૪૨  હજારની મળી આવી હતી. જેથી,  પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, સુલેમાની ચાલી ત્રણ રસ્તા  પાસે મંદિર નજીક એક શખ્સ દારૃની બોટલો લઇને ઉભો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા  સંજય ચંદુભાઇ રાઠવા (રહે. પાદરવાટ ગામ, નિશાળ ફળિયું,તા. છોટાઉદેપુર) મળી આવ્યો હતો. તેની પાસેથી પોલીસને દારૃની ૯૫ બોટલ કિંમત રૃપિયા ૯,૫૦૦ ની મળી આવી હતી.


Google NewsGoogle News