અટલ બ્રિજ પર રોંગસાઇડ બાઇક લઇને જતા પોલીસનો વીડિયો વાયરલ

જાગૃત નાગરિકે બે પોલીસની રોંગસાઇડ સવારીને કેમેરામાં કેદ કર્યા બાદ વીડિયો વાયરલ કરી દીધો

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
અટલ બ્રિજ પર રોંગસાઇડ બાઇક લઇને જતા પોલીસનો વીડિયો વાયરલ 1 - image

વડોદરા, તા.3 સામાન્ય રીતે શહેરના માર્ગો પર રોંગસાઇડ પર અનેક વાહનોની અવરજવર થતી જોવા મળતી હોય છે પરંતુ વડોદરાના સૌથી લાંબા અટલ બ્રિજ પર રોંગ સાઇડે બાઇક લઇને બે પોલીસના માણસો પૂરપાટઝડપે જતા હોય હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે ટ્રાફિકના નિયમો માટે શહેર પોલીસ દ્વારા હાલમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ ફેલાય તે માટે અનેક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે તાજેતરમાં જ શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક અંગે લોકોમાં સમજ આવે તે માટે ચિલ્ડ્રન ટ્રાફિકપાર્કને ખૂલ્લો મૂક્યો હતો. પરંતુ ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ હોય તેમ લાગી રહ્યું છે.

શહેરના સૌથી લાંબા અટલ બ્રિજ પર પોલીસના બે માણસો એક બાઇક પર બેસી બિન્ધાસ્ત રોંગસાઇડ પર જતા હતા ત્યારે કોઇ જાગૃત નાગરિકે આ બંને પોલીસના માણસો જે બ્રિજ પર રોંગસાઇડ પર જતા હતા તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. બંને પોલીસની આ હરકતનો લોકોએ વીડિયો જાઇને આનંદ લીધો હતો અને સોશિયલ મીડિયા પર એવી કોમેન્ટો પણ ચાલુ થઇ ગઇ હતી કે બંને પોલીસ કર્મચારીઓ સામે કોઇ પગલાં લેવાશે કે નહી?




Google NewsGoogle News