Get The App

વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખના રાજીનામાને પગલે બળવો થતાં પ્રદેશ મોવડીઓએ હાલપુરતી સ્થિતિ થાળે પાડી

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખના રાજીનામાને પગલે બળવો થતાં પ્રદેશ મોવડીઓએ હાલપુરતી સ્થિતિ થાળે પાડી 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખે રાજીનામાની જાહેરાત કરતાં પ્રદેશ મોવડીઓએ લોકસભાની ચૂંટણી સુધી તેમને હોદ્દા પર ચાલુ રહેવા માટે મનાવી લીધા છે.

વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહને કોંગ્રેસના એક સિનિયર આગેવાને ફોન કરી આક્ષેપો કરતાં તેમણે સોશ્યલ મીડિયા પર કાર્યકરોને રાજીનામું આપી રહ્યા હોવાનો પત્ર શેર કર્યો હતો.

તેમના સમર્થનમાં વધુ હોદ્દેદારોએ રાજીનામા આપવાની તૈયારી કરતાં બળવાની સ્થિતિ સર્જાઇ હતી.જેથી પ્રદેશ કોંગ્રેસના મોવડીઓએ જિલ્લા પ્રમુખને લોકસભાની ચૂંટણી સુધી હોદ્દા પર ચાલુ રહેવા માટે સમજાવી લીધા છે અને તેમની સાથે ગેરવર્તણૂક કરનાર આગેવાનને પણ ગાંધીનગર બોલાવી સમજાવવામાં આવ્યા હતા.


Google NewsGoogle News