નોકર દંપતીની નજર સામે શેઠના મકાનમાં ચોરી કરનાર બંને ચોર કલાકોમાં પકડાયા

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
નોકર દંપતીની નજર સામે શેઠના મકાનમાં ચોરી કરનાર બંને ચોર કલાકોમાં પકડાયા 1 - image


વડોદરાના સમાવ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા નોકર દંપતિની સામે મકાનમાં ચોરીનો બનાવ બનતા સમા પોલીસે કલાકોમાં તેનો ભેદ ઉકેલ્યો છે.  

સમાની સૈનિક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ બહારગામ ગયા હતા તે દરમિયાન તેમનું મકાન સાચવતા કમલેશભાઈ અને તેમના પત્ની ની નજર સામે દાઢી અને પાઘડી ધારી બે ચોર ત્રાટક્યા હતા. ચોરોએ ત્રણે માળમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ રોકડા રૂ 70,000 સિવાય બીજું કંઈ હાથ લાગ્યું ન હતું.   

બનાવને પગલે ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ઘર ચોરી કરતા ચોરો ની હિસ્ટ્રી તપાસી હતી. જે દરમિયાન પોલીસે જસવીરસિંગ દુધાણી (વિમા દવાખાના પાછળ, વારસીયા)અને ગુરુમુખસીંગ જૂણી(સંગમ ક્વાર્ટર, બાપોદ) ને ઝડપી પાડી ચોરી માટે ઉપયોગમાં લીધેલા સાધન કબજે કર્યા છે.


Google NewsGoogle News