રેસકોર્સના ટ્રાવેલ એજન્ટે પોર્ટુગલને બદલે દુબઇ મોકલી આપ્યો,છાણીના યુવક સાથે 20 લાખની ઠગાઇ
વડોદરાઃ છાણી વિસ્તારમાં રહેતા યુવકને વિદેશ મોકલવાના નામે ટ્રાવેલ એજન્ટ તેમજ ફસાયેલા યુવકના મિત્રએ રૃ.૨૦.૫૫ લાખ પડાવી લેતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
છાણી જકાત નાકા વિસ્તારમાં મારૃતી કોમ્પ્લેક્સમાં રહેતા કેતનભાઇ પટેલે પોલીસને કહ્યંુ છે કે,વર્ષ-૨૦૨૧માં મારે વિદેશ જવાનું હોવાથી રેસકોર્સ વિસ્તારમાં માર્બલ આર્ચ પાસે સી કપ ટાવરમાં આવેલી સ્ટેરિચ ઇન્ટરનેશનલ પ્રા.લિ.ના સંચાલક નિરજ પ્રમાનંદ પટેલ(બામણ ગામ,આણંદ)ને મળ્યો હતો.
એજન્ટે મને પોર્ટુગલના વિઝા માટે વાત કરી રૃ.૬.૫૦ લાખ નક્કી કર્યા હતા.જે પૈકી મેં રૃ.૪ લાખ ચૂકવ્યા હતા.પરંતુ એક વર્ષ સુધી વિઝા નહિ મળતાં મેં તપાસ કરી તો એજન્ટે પોર્ટુગલના વિઝા હાલમાં બંધ છે તેમ કહી દુબઇથી પોર્ટુગલ મોકલી આપીશ તેમ કહી રૃ.અઢી લાખ લીધા હતા.યુવકે કહ્યું છેકે,દુબઇમાં એક મહિનાના ટુરિસ્ટ વિઝા હોવા છતાં મને ૧૦ મહિના રાખ્યો હતો અને તેને કારણે પેનલ્ટી પણ થઇ હતી.
યુવકે કહ્યું છે કે,એજન્ટ પાસે રૃપિયા કઢાવવા માટે મારા મિત્ર મીરેનકુમાર દિલીપભાઇ છત્રોલા(સમતાચોકી પાસે, સુભાનપુરા,વડોદરા)એ કામ માથે લીધું હતું.તેણે કોઇ અજાણ્યા સાથે વાત પણ કરાવી હતી.તેણે પણ મારી પાસેથી વારંવાર રૃપિયા ની માંગણી કરી કુલ રૃ.૧૪.૦૫ લાખ પડાવ્યા હતા.આમ,એજન્ટ અને મારા મીરેને કુલ રૃ.૨૦.૫૫ લાખ પડાવતાં ગુનો નોંધાયો છે.