દિવાળી પહેલાં ટ્રાફિકની સમસ્યા પોલીસ માટે સરદર્દ બની,ઠેરઠેર ચક્કાજામ

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
દિવાળી પહેલાં ટ્રાફિકની સમસ્યા પોલીસ માટે સરદર્દ બની,ઠેરઠેર ચક્કાજામ 1 - image

વડોદરાઃ દિવાળીના તહેવારો પહેલાં શહેરમાં અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે.જેને કારણે પોલીસને પણ સ્થિતિ સંભાળતાં નાકે દમ આવી રહ્યો છે.

દિવાળીની ખરીદી માટે લોકોની ભીડ વધી રહી છે ત્યારે રસ્તાઓ પર લારી-ગલ્લા અને પથારાવાળાઓની પણ વણઝાર લાગી રહી છે.આ ઉપરાંત ઠેકઠેકાણે આડેધડ વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે.જ્યારે,દુકાનદારો પણ મંડપ બનાવી કાઉન્ટરો બહાર લાવી રહ્યા છે.

જેને કારણે બજારમાં દિવાળીની રોનક તો દેખાઇ રહી છે.પણ બીજીતરફ પોલીસ માટે અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવારૃપ બની ગઇ છે.ચાર દરવાજા વિસ્તાર સિવાય ફતેપુરા મેન રોડ,કારેલીબાગ મુક્તાનંદ,ચોખંડી,રાવપુરા રોડ સહિતના વિસ્તારોમાં વારંવાર ટ્રાફિક જામ થતો હોવાથી વાહનચાલકો અટવાઇ રહ્યા છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનવ્યવહાર રાબેતા મુજબ કરવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.


Google NewsGoogle News