બોયફ્રેન્ડ સાથે માણેલી અંગત પળોનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી

વીડિયો માત્ર પરિણીતા અને તેના બોયફ્રેન્ડ પાસે જ હતો તો પછી આરોપી પાસે કઇ રીતે આવ્યો

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
બોયફ્રેન્ડ સાથે માણેલી અંગત પળોનો વીડિયો વાયરલ કરી દેવાની  ધમકી 1 - image

વડોદરા,બોયફ્રેન્ડ સાથે માણેલી અંગત  પળનો વીડિયો પરિણીતાને મોકલી વીડિયો તેના  પતિ તથા અન્યને વાયરલ કરી દેવાની ધમકી આપનાર સામે સાયબર ક્રાઇમ  પોલીસે ગુનો દાખલ કરી  તપાસ  હાથ ધરી છે.

શહેરના મધ્ય વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષની  પરિણીતાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૨ - ૧૨- ૨૦૨૩ ના રોજ મારા મોબાઇલ પર એક કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ મને પૂછ્યું હતું  કે, તમારા વોટ્સએપ પર એક વીડિયો મોકલ્યો છે. તે તમારો જ છે ને ?  ત્યારબાદ તેણે કોલ કટ કરી દીધો હતો. મેં મારા વોટ્સએપ પર ચેક કરતા અન્ય એક નંબર પરથી વીડિયો આવ્યો હતો. તે જોતા મારા બોયફ્રેનડ સાથેની અંગત પળોનો વીડિયો હતો. તરત જ તે વીડિયો ડિલીટ થઇ ગયો હતો. ત્યારબાદ મેં તે વ્યકિતને કોલ કર્યો તો તેણે ધમકી આપી હતી કે, આ વીડિયો તમારા  પતિ અને અન્ય સંબંધીઓને મોકલી આપીશ. તેણે કોલ કટ કરી નાંખ્યો હતો. મેં ફરીથી કોલ કરતા તેણે કોલ ઉપાડયો નહતો. ત્યારબાદ તેણે મારા પતિનો મોબાઇલ નંબર લખીને તેઓને  પણ વીડિયો ફોરવર્ડ કરશે તેવી ધમકી આપતા મેસેજ તેણે શરૃ કર્યા હતા.

મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપીએ જે વીડિયો મોકલ્યો હતો. તે વીડિયો માત્ર મારી તેમજ મારા બોયફ્રેન્ડ પાસે જ હતો. તે વીડિયો અન્ય પાસે કઇ  રીતે ગયો ? તેની મને ખબર નથી. મેસેજ અને કોલ કરનાર વ્યક્તિ કોણ 


Google NewsGoogle News