કાર લઇને ચોરી કરવા ગયેલા ચોરોને મકાન માલિક જોઇ જતાં પથ્થર મારી ઘાયલ કર્યા,છ મહિને આરોપી પકડાયો

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
કાર લઇને ચોરી કરવા ગયેલા ચોરોને મકાન માલિક જોઇ જતાં પથ્થર મારી ઘાયલ કર્યા,છ મહિને આરોપી પકડાયો 1 - image

વડોદરાઃ મકરપુરા વિસ્તારની સોસાયટીમાં કાર લઇને ચોરી કરવા ગયેલા બે ચોરને મકાન માલિક જોઇ જતાં પથ્થર મારીને ભાગી ગયા હતા.ક્રાઇમ બ્રાન્ચે આ પૈકીના રીઢા ઘરફોડીયાને ઝડપી પાડયો છે.

પોલીસના જણાવ્યા પ્રણાણે,ગઇ તા.૨જી માર્ચે પરોઢિયે સાડા પાંચેક વાગે મકરપુરા એરફોર્સ પાછળના આકૃતિ ડુપ્લેક્સમાં બે ચોર ચોરીના ઇરાદે આવ્યા હતા.તેઓ એક મકાનના કમ્પાઉન્ડમાં પ્રવેશતાં મકાન માલિક જોઇ ગયા હતા.જેથી પથ્થર મારીને બંને ચોર કારમાં ફરાર થઇ ગયા હતા.પથ્થર વાગવાથી મકાન માલિકને ઇજા પણ થઇ હતી.

ઉપરોક્ત બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ચોરીના ૯ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા પ્રેમસિંગ ઉર્ફે ભીમો સતનામસિંગ બાવરી(શંકરનગર વસાહત, સયાજીગંજ મૂળ રહે.નિઝામપુરા અને દંતેશ્વરવાડી)ને ઝડપી પાડયો છે. 


Google NewsGoogle News