વડોદરાના દશરથ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મુકેલા સામાનની ચોરી
Vadodara Bullet Train Project : હાલમાં વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટની કામગીરી એલ.એન્ડ.ટી કંપનીને સોપાઈ હોય તેનો પેટા કોન્ટ્રાક્ટ અન્ય એક પ્રાઇવેટ કંપનીને આપ્યો છે. ત્યારે આ કંપનીના માણસોએ કન્ટેનરમાં સામાન લોક કરી મૂક્યો હતો. જેમાંથી 25 હજારનો સામાન તસ્કરોએ રાત્રિના સમયે ચોરી કરી લઈ ગયા હતા. જેથી મેનેજરએ ચોરીની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
મૂળ વેસ્ટ બંગાળના અને હાલમાં થાણી કેનાલ રોડ પર આવેલી ગ્રીનવુડ ફ્લેટમાં રહેતા શાનતનું જગન્નાથ રક્ષીત ભાડાના મકાનમાં રહે છે અને પ્રાઈવેટ લીમીટેડ કંપનીમા પ્રોજેક્ટ મેનેજર તરીકે નોકરી કરૂ છુ. અમારી કંપની જર્મનીની કંપની સાથે ટાઈપ કર્યું છે. અમારી કંપની ભારત દેશમાં મોટા કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાકટમાં કામ કરે છે. હાલમાં ભારત સરકાર દ્વારા અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેનનું કામ ચાલુ હોય જેમાં વડોદરાથી મહેમદાવાદ સુધી 90 કીમીના ભાગને સી-6 તરીકે ઓળખવામા આવે છે. જે બુલેટ ટ્રેનના કામનો કોન્ટ્રાક્ટ એલ.એન્ડ.ટી કંપનીને સોપવામાં આવી છે. જે કામગીરી કરવા એલ.એન્ડ.ટી કંપનીએ અમારી કંપનીને પેટા કોન્ટ્રેક્ટ સોંપ્યો હોય અને એલ.એન્ડ.ટી કંપનીની ઓફીસ જે ઈંદીરસ નગર દસરથ ગામે આવેલો છે. જેમાં બુલેટ ટ્રેનને લગતો સરસામાન બનાવવા માટે મોટી જગ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટવાળી જગ્યામાં અમારી કંપનીને માલસામાન રાખવા માટે ત્રણ કંટેનર અને એક સ્ટોર રૂમ આપ્યો છે. તા.2 જૂનના રોજ અમારી કંપનીના માણસો કામકાજ પુરૂ કરી સરસામાન બહાર અને કન્ટેનરમાં મુકીને લોક માર્યા બાદ બધા પોતાના રહેઠાણે જતા રહ્યા હતા. દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ લાઈવ કન્ટેનરનું લોક તોડી રૂ.25,000 ના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉપરાંત મારી કંપનીની બાજુમાં આવેલ ફાઈન ઝી કંપનીના કન્ટેનરમાં પણ ચોરી થઈ હતી. બીજા દિવસે અમારા માણસો કામ પર ગયા હતા ત્યારે ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.