તાંદલજાની વરસાદી કાંસમાં મહાકાય મગર આવતાં ગભરાટ,રેસ્ક્યૂ કરવા ગયેલી ટીમ પરત ફરી

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
તાંદલજાની વરસાદી કાંસમાં મહાકાય મગર આવતાં ગભરાટ,રેસ્ક્યૂ કરવા ગયેલી ટીમ પરત ફરી 1 - image

વડોદરાઃ તાંલદજા વિસ્તારમાં મહાકાય મગરનું રેસ્ક્યૂ કરવા ગયેલી ટીમને પરત ફરવું પડયું હતું.

તાંદલજા તળાવ પાસે ૯ થી ૧૦ ફૂટનો મહાકાય મગર આવી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.મગરને પકડવા માટે ફોરેસ્ટ વિભાગને જાણ કરાતાં ટીમ દોડી આવી હતી.

જો કે મગર હતો તે જગ્યા વરસાદી કાંસની હોવાને કારણે મગરને પકડતાં નાકે દમ આવી ગયો હતો.વળી કાંસમાં ગંદકીને કારણે પણ કામગીરી કરવામાં મુશ્કેલી પડી હતી.આખરે મગર કાંસમાં ચાલ્યો જતાં ટીમને પરત ફરવું પડયું હતું.


Google NewsGoogle News