Get The App

યુવાન પ્રેમિકા સાથે ઝડપાયા બાદ શિક્ષકને લોકોએ ઢોર માર માર્યો

શિક્ષકને તાલિબાની સજાનો વીડિયો પંથકમાં વાયરલ ઃ ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા

Updated: May 20th, 2024


Google NewsGoogle News
યુવાન પ્રેમિકા સાથે ઝડપાયા બાદ શિક્ષકને લોકોએ ઢોર માર માર્યો 1 - image

મલેકપુર તા.૨૦ મહીસાગર જિલ્લામાં એક આઘેડ શિક્ષકને તાલિબાની સજાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે લુણાવાડા તાલુકાના હિંદોલીયા ગામની ઘટના અને  પ્રેમપ્રકરણનો મામલો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. 

ધૂળાભાઈ માછી નામના આઘેડ શિક્ષક તેની યુવાન પ્રેમિકા સાથે ઘાસવાડા ગામે યુવતીના પરિવારજનોની નજરે ઝડપાઈ જતા મામલો બીચકયો હતો.  કેટલાક લોકો તેની પોતાની જ કારમાં બેસાડી લાવ્યા હતા. કારમાં બેઠા પછી ઇસમોએ ધુળાભાઈ માછીને માર માર્યો હતો ત્યારબાદ હિંદોલીયા ગામમાં લાવી દોરડાથી બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો હતો. 

આ બનાવની ધુળાભાઈના પરિવારના સભ્યોને જાણ થતાં ધુળાભાઈને લુણાવાડાની સરકારી હોસ્પિટલ સારવાર અર્થે લાવી સારવાર કરાવી હતી જો કે ધુળાભાઈને વધુ સારવાર માટે ગોધરા રિફર કરવામાં આવ્યા છે. હાલ તો તાલીબાની સજા આપી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને ધુળાભાઈ  માછી ના પરિવારજનોએ પોલીસને જાણ કરી છે. પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. 




Google NewsGoogle News