સયાજી હોસ્પિટલમાં ટેક્સી ડ્રાઇવર કણસતો પડી રહ્યો

સિક્યુરિટી જવાનો અને હોસ્પિટલના સ્ટાફની નજર ના પડી

Updated: May 8th, 2024


Google NewsGoogle News
સયાજી હોસ્પિટલમાં ટેક્સી ડ્રાઇવર કણસતો પડી રહ્યો 1 - image

વડોદરા.સયાજી હોસ્પિટલમાં આજે સવારે એક અશક્ત બીમાર ટેક્સી ડ્રાઇવર કણસતો પડી રહ્યો હતો. પરંતુ, બહાર ફરજ બજાવતા સિક્યુરિટી જવાનો તથા અવર - જવર કરતા સ્ટાફે તે દર્દીને સારવાર માટે અંદર લઇ જવાની તસ્દી સુદ્ધાં લીધી નહતી.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી  હોસ્પિટલનો વિસ્તાર એટલો વિશાળ છે. ક્યારેક હોસ્પિટલની બહારથી દારૃની ખાલી બોટલો મળી આવે છે તો ક્યારેક મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકેલો જોવા મળે છે.  સિક્યુરિટી જવાનો અને દર્દીના સગાઓ વચ્ચે   પણ ઘણી વખત ઘર્ષણ થતું હોય છે. કોઇ દર્દી કે દર્દીના સગા પોતાનું વ્હિકલ સ્હેજ આમ તેમ પાર્ક કરે તો સિક્યુરિટી જવાનો તેને તતડાવી નાંખતા  હોય છે. ત્યારે આજે સવારે એક એવી ઘટના બની હતી. જેણે સયાજી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ સામે સવાલો  ઉભા કરી દીધા છે. આજે સવારે તાત્કાલિક સારવાર વિભાગ પાસે આવેલા ભાથુજી દાદાના મંદિર પાસે એક આધેડ અને અશક્ત  દર્દી બીમાર હાલતમાં કણસતો પડયો હતો. દર્દી એવી જગ્યાએ પડયો હતો કે, જતા આવતા કોઇની પણ નજર  પડે. સિક્યુરીટી સ્ટાફે પણ માનવતા દેખાડી નહતી અને દર્દી લાંબા સમય સુધી ત્યાં જ પડી રહ્યો હતો. છેવટે તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News