Get The App

વડોદરાનું તંત્ર શહેરને રાતોરાત સુંદર બનાવવા કામે લાગ્યું

વડોદરામાં મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રોનો કાફલો જે રૃટ પરથી નીકળશે ત્યાં તંત્રનું મેકઅપ

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
વડોદરાનું તંત્ર શહેરને રાતોરાત સુંદર બનાવવા કામે લાગ્યું 1 - image

વડોદરા,વડોદરામાં તા.૨૮મીએ વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ જે રૃટ પરથી પસાર થવાના છે, ત્યાં લાંબી વરસાદી કાંસ હોવાથી તે દેખાય નહીં એ રીતે પતરાની આડશ ઊભી કરી ઢાંકી દેવામાં આવી છે.

બંને વડાપ્રધાનનો કાફલો વડોદરા એરપોર્ટ નજીક ટાટા એડવાન્સ સિસ્ટમ  એરક્રાફટ એસેમ્બલી પ્લાન્ટ ખાતે જવાનો છે. આ કાફલો એરપોર્ટ પાસે ન્યુ વીઆઇપી રોડ-ખોડિયારનગર સાંઇદીપ, વૈકુંઠ પાસેથી પસાર થવાનો છે. આ રૃટ પર લાંબી વરસાદી કાંસ આવેલી છે, જે ગંદા પાણીથી ખદબદતી ભરેલી છે. વિદેશી મહેમાનોની નજરે કહેવાતા સ્માર્ટ સિટિ વડોદરાની પોલ ન ખૂલે અને કથિત વિકાસનો પરપોટો ન ફૂટે તે માટે કાંસની આગળ સળંગ પતરાં ફિટ કરીને જાણે કે દીવાલ ઊભી કરી દેવામાં આવી છે. અગાઉ ચીનના પ્રેસિડેન્ટ અમદાવાદ આવ્યા હતા ત્યારે પણ એરપોર્ટ રોડ પર ઝૂંપડપટ્ટીઓની આગળ બધું ઢાંકી દઇ આડશ ઊભી કરાઇ હતી. 

આમ પણ વડોદરાનું તંત્ર છેલ્લા કેટલાક દિવસથી વડોદરાની હાલ જે દુર્દશા છે તે નજરે ન પડી જાય તે માટે રાતોરાત સુંદર બનાવવાના કામે લાગ્યું છે. 

જેમાં મુખ્ય માર્ગો પરની બંને બાજુની દીવાલો પર રંગરોગાન, ફૂટપાથો નવી બનાવવી, ડિવાઇડરોને રંગકામ, રાત્રે રંગબેંરંગી રોશની, રોડ રિપેરિંગ, સફાઇ કામગગીરી વગેરેનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News