લોકો ભેગા થાય છે તેવા નદી કિનારાઓ પર રેતીખનનને કારણે ડુબવાના બનાવો રોકવામાં તંત્ર બેદરકાર

શું કોઇ માોટી દુર્ઘટના થયા પછી તંત્ર એક્શનમાં આવશે,લીઝ માફિયાઓ સામે ગ્રામજનોમાં ભારે રોષ

Updated: May 30th, 2024


Google NewsGoogle News
લોકો ભેગા થાય છે તેવા નદી કિનારાઓ પર રેતીખનનને કારણે ડુબવાના બનાવો રોકવામાં તંત્ર બેદરકાર 1 - image

વડોદરાઃ રાજકોટની ગેમઝોનની દુર્ઘટના બાદ લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની તકેદારી માટે તંત્ર દોડતું થયું છે ત્યારે રેતીખનનને કારણે નદી કિનારાઓ પર હજારો લોકોની જિંદગી જોખમમાં મુકાતી હોવા છતાં તેની સામે કોઇ ગંભીરતા દાખવવામાં આવતી નથી.જેથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

વડોદરા જિલ્લા અને તેની આસપાકના જિલ્લાઓમાં નર્મદા,મહીસાગર,ઓરસંગ જેવી નદીઓના કિનારે ધૂમ રેતીખનન ચાલી રહ્યું છે.નારેશ્વર અને ચાંદોદ જેવા પવિત્ર સ્થળો અને શહેરને પીવાનું પાણી પુરું પાડતા મહીસાગરના કુવા પાસે તો રેતીખનનના દ્શ્ય આંખમાં આંસુ લાવી દે તેવા હોય છે.

રેતી ખનન કરતા લીઝ માફિયાઓ નદીમાં અડધે સુધી હંગામી પુલ  બનાવતા હોય છે.જેમાં આખો દિવસ મોટા ડમ્પરોની અવરજવર ચાલુ હોયછે.માફિયાઓ દ્વારા રેતીખનન માટે બોટનો પણ ઉપયોગ કરવામાં આવે છે.જેને કારણે મોટરથી રેતી ઉલેચવામાં આવતી હોવાથી દૂરદૂર સુધી મોટા ખાડા પડી જાય છે.

ધાર્મિક સ્થળોએ નદી સ્નાન કરવા જતા ભાવિકો કે ગરમીથી રાહત મેળવવા નદીમાં ઉતરતા લોકોને આવા ખાડાની જાણ જ હોતી નથી અને તેને કારણે ડૂબવાના અનેક બનાવો બનતા હોય છે.આ ઉપરાંત ડમ્પરોના અનેક ડ્રાઇવરો પાસે લાયસન્સ પણ હોતા નથી તેવી ગ્રામજનોમાં ચર્ચા છે.બેફામ દોડતા ડમ્પરોને કારણે અકસ્માતના અનેક બનાવો બન્યા છે.પરંતુ આ મુદ્દે કોઇ જ ગંભીરતા દાખવવામાં આવતી નથી.ગ્રામજનોનું કહેવું છે કે તંત્ર કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું હોય તેમ લાગે છે.

રેતીભરેલા ડમ્પરોની અવરજવરને કારણે રસ્તાની દુર્દશા,ખેતીને પણ માર

રેતીભરેલા ડમ્પરોમંાં ભીની રેતીમાંથી સતત પાણી પડતું હોવાથી ડમ્પરો પસાર થાય છે તે માર્ગ પરના રસ્તા પર ખાડા પડી જાય છે.ડમ્પરોના ડ્રાઇવરો બેફામ હાંકતા હોવાથી કરજણ માર્ગ પર અત્યાર સુધીમાં છ થી વધુ લોકોના મોત થયા છે.જ્યારે,ધૂળ ઉડતી હોવાથી આસપાસના ખેતરોમાં પણ પાકને નુકસાન થાય છે.

ભાજપના પૂર્વ સાંસદનો વીડિયો વાયરલ,લીઝ માફિયાઓ સાથે તંત્રનું સેટિંગ

ભાજપના ભરૃચના પૂર્વ સાંસદ મનસુખ વસાવાનો એક વીડિયો વાયરલ થયો છે.જેમાં તેઓ કહી રહ્યા છે કે,રેતીખનન કરતા માફિયાઓ સાથે વહીવટી અધિકારીઓનું સેટિંગ છે તેવી ફરિયાદો મને મળી છે.મેં કલેક્ટરનું ધ્યાન દોર્યું છે.છતાં કામગીરી થતી નથી.રેતીના મોટા પર્વતો ઉભા કરવામાં આવે છે.ડમ્પરોને રોકવા આંદોલન કરીશું.


Google NewsGoogle News