વડોદરા જિલ્લામાં ગાયકવાડી શાસનકાળના સિંચાઇ તળાવોમાં પાણી સંગ્રહ કરવામાં તંત્ર નિષ્ફળઃ 18માંથી 12 તળાવો ખાલી
વડોદરાઃ વરસાદના આગમન પહેલાં કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા જિલ્લાના ગાયકવાડી શાસનકાળ વખતના સિંચાઇ તળાવોની સપાટી ખૂબ નીચે આવી ગઇ છે.જેથી આગામી સમયમાં વરસાદ ખેંચાશે તો ખેડૂતો માટે સિંચાઇ અને ઢોર માટેના પાણીની સમસ્યા સર્જાય તેવી દહેશત વર્તાઇ રહી છે.
વડોદરા જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ હસ્તક કુલ ૧૮ સિંચાઇ તળાવોે છે. જેના પાણીનો ખેતી તેમજ ઢોરો માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે.પરંતુ કાળઝાળ ગરમી તેમજ પાણી સંગ્રહ કરવા માટે આગોતરૃં આયોજન નહિં હોવાથી સિંચાઇ તળાવોમાં પાણીની સપાટી ઝડપથી ઘટી રહી છે.
જિલ્લાના ૧૮ સિંચાઇ તળાવોમાંથી ૧૨ તળાવો એવા છે કે જેમાં સાવ તળિયાં જેટલું પાણી આવી ગયું છે.સાવલીના ધનોરા તળાવમાં તો પાણી રહ્યું જ નથી.જ્યારે સાવલી અને વાઘોડિયાના બીજા ૧૧ જેટલા તળાવોમાં પણ નહિં જેવી સપાટી રહી હોવાથી આગામી દિવસોમાં તે પણ ખાલી થઇ જશે.
ગંભીરતા એ વાતની છે કે,દર વર્ષે સિંચાઇ તળાવો ઉંડા કરવા માટે આયોજનો થાય છે પરંતુ હજી તેના ધાર્યા પરિણામ દેખાયા નથી.જેને કારણે,ઉનાળામાં જ તળાવો સુકાભઠ્ઠ થવા માંડે છે.ગાયકવાડી સમયના શાસનના આવા તળાવોનો બહોળો ઉપયોગ થાય અને પાણી ટકી રહે તે માટે નક્કર ઉપાયો થાય તે સમયની માંગ છે.
વડોદરા જિલ્લાના સિંચાઇ તળાવોની સપાટીની સ્થિતિ
સાવલી તાલુકો
સિંચાઇ તળાવ મહત્તમ સપાટી(મિલિયન ક્યુબિક ફૂટ) આજની સપાટી(મિલિયન ક્યૂબિક ફૂટ)
ધનોરા ૧૨૬ ૦૦
શુભેલાવ ૧૯.૯૮ ૦.૨૭
મુવાલ ૧૩૧.૫૦ ૯.૬૨
જાવલા ૫૨.૫૦ ૬.૬૧
કરચીયા ૯૫.૯૫ ૧૨.૮૧
હરિપુરા ૫૬ ૦.૭૫
વડદલા ૮૦.૩૨ ૪૦.૦૨
મનોરપુરા ૬૧.૧૦ ૦.૭૦
ડેસર તાલુકાે
સારસી ૩૨.૬૨ ૬.૮૧
વાઘોડિયા તાલુકો
રવાલ ૧૫.૬૭ ૧.૪૩
ધારોલા ૩૨.૦૨ ૧.૭૩
સરવન ૧૫.૮૫ ૦.૭૫
કોટંબી ૮.૮૯ ૫.૨૬
જરોદ ૧૫.૮૦ ૦.૮૪
શ્રીપોર ટીમ્બી ૧૨૮.૫૦ ૧૪.૯૬
જામ્બુવાઇ ૧૭.૮૧ ૧.૪૯
ડુંડેલાવ ૯.૨૯ ૦.૨૧
વેસાનિયા ૧૬.૪૭ ૨.૯૭