વિદ્યાર્થિનીના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દાગીના પડાવી લીધા

અલગ - અલગ હોટલ અને ઘરે બોલાવી વારંવાર દુષ્કર્મ આચર્યુ

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થિનીના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દાગીના  પડાવી લીધા 1 - image

 વડોદરા,વિદ્યાર્થિનીના ફોટા અને વીડિયો ઉતારી લઇ બ્લેકમેલ કરી યુવાને સોનાના દાગીના અને રોકડા રૃપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ તેણે ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 ૧૮ વર્ષની વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ફેબુ્રઆરી - ૨૦૨૩ માં મુર્તુઝાઅલી ઝાકીરઅલી મુશલીવાલાએ તેના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી મને મેસેજ કર્યો હતો કે, મારા વોટ્સએપ પર તારા નગ્ન ફોટા ફરી રહ્યા છે. તેને અટકાવવા હોય તો તારે મને મળવા આવવું પડશે. હું તેને મળવા માટે વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે ગઇ હતી. તેને મને ધમકી આપી હતી કે,  જો તું મારા કહ્યા પ્રમાણે રહીશ તો તારા ફોટા સોશિયલ મીડિયા પરથી ડિલિટ કરાવી દઇશ. નહીંતર તારી જીંદગી બરબાદ કરી દઇશ. તું કોઇને મોંઢું બતાવવા લાયક રહે નહીં. હું તેની ધમકીથી  ડરી ગઇ હતી. ઓગસ્ટ - ૨૦૨૩ માં તેણે મને તેના ઘરે મળવા બોલાવતા હું ગઇ હતી. ત્યાં તેણે મારી સાથે દુષ્કર્મ કર્યુ હતું. બીજે દિવસે તેણે મને કોલ કરીને કહ્યું કે, આપણા બંને વચ્ચે જે કંઇ થયું છે. તેનો વીડિયો મેં બનાવી દીધો છે. તું કોઇને વાત કરીશ તો હું વાયરલ કરી  દઇશ. 

તે અલગ - અલગ સ્થળે મને કારમાં લઇ જતો હતો અને અંધારામાં ગાડી ઉભી રાખી મારી સાથે બળજબરી કરતો હતો. ડિસેમ્બર - ૨૦૨૩ માં તેણે મારી પાસે રૃપિયાની માંગણી કરતા મેં મારો સોનાનો નેકલેસ ઘરમાં કોઇને ખબર ના પડે તે રીતે તેને આપી દીધો હતો. ત્યારબાદ મે તેને મારી માતાની ચાર વીંટીઓ, ચાર બંગડીઓ, બે બ્રેસલેટ, છ બુટ્ટીઓ, છ પેન્ડલ, ત્રણ ચેન તથા રોકડા ૮૮ હજાર આપ્યા હતા.

મારા ઘરે આ અંગેની જાણ થતા મુર્તુઝાએ મને ધમકી આપી ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે મુર્તુઝાની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.


Google NewsGoogle News