Get The App

ગોત્રી મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ વિદ્યાર્થિનીએ હાથ જોડીને વિનંતી કરી પણ ઇન્ટર્ન ડોક્ટર ના માન્યો

ઇન્ટર્ન ડોક્ટર વિદ્યાર્થિનીેના પગ પર ઉભો રહી ગયો : વિદ્યાર્થિની ભાગી ના શકતા અકુદરતી સેક્સ કરાવ્યું

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ગોત્રી મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ  વિદ્યાર્થિનીએ હાથ જોડીને વિનંતી કરી પણ ઇન્ટર્ન ડોક્ટર ના માન્યો 1 - image

 વડોદરા,ગોત્રી મેડિકલ કોલેજની એમ.બી.બી.એસ.ની વિદ્યાર્થિનીને  રાતે  મેડિકલ કોલેજની છત પર બોલાવી ઇન્ટર્ન ડોક્ટરે સતત ટોર્ચર કરી હતી. વિદ્યાર્થિનીને એક ખૂણામાં નીચે બેસાડી ઇન્ટર્ન ડોક્ટર તેના પગ પર પોતાના પગ મૂકીને ઉભો થઇ ગયો હતો. જેથી, વિદ્યાર્થિની ભાગી શકે નહીં. ત્યારબાદ ઇન્ટર્ન ડોક્ટરે વિદ્યાર્થિની  પાસે અકુદરતી સેક્સ કરાવ્યું હતું. 

ઇન્ટર્ન ડોક્ટર નિર્ભય જોશીએ શરૃઆતથી જ વિદ્યાર્થિનીને ફસાવવાની કોશિશ કરી હતી. વિદ્યાર્થિની પ્રથમ વર્ષમાં હતી ત્યારે જ નિર્ભયે પ્રપોઝ કર્યુ હતું. જેના કારણે વિદ્યાર્થિનીએ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. પરંતુ, તે સિનિયર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને મદદ કરતો હોવાથી ફરીથી એક વર્ષ પછી વિદ્યાર્થિની તેના સંપર્કમાં આવી હતી. તેઓ વચ્ચે અભ્યાસ બાબતે અવાર - નવાર વોટ્સએપ ચેટ, ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થતી  હતી. કેટલીક વખત મજાક મસ્તી પણ તેઓ કરતા હતા.  જેથી, વિદ્યાર્થિની સંમત થઇ ગઇ હતી. ત્યારબાદ રાતે સાડા અગિયાર વાગ્યે વિદ્યાર્થિની અને નિર્ભય  છત પર ગયા હતા. ઉપર ગયા  પછી અચાનક જ નિર્ભયે વિદ્યાર્થિનીને પાછળથી પકડી ગળા પર કિસ કરવા લાગ્યો હતો. વિદ્યાર્થિનીએ બે હાથ જોડીને વિનંતી કરી પણ નિર્ભય રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની ધમકી આપી આગળ વધ્યો હતો. તેણે વિદ્યાર્થિનીનો મોબાઇલ ફોન લઇને તેની  ટી શર્ટ કાઢી નાંખી હતી. ત્યારબાદ અગાશીના એક ખૂણામાં તેને વિદ્યાર્થિનીને બેસાડી દીધી હતી. નિર્ભય વિદ્યાર્થિનીના પગ પર ઉભો રહી ગયો હતો. જેથી, વિદ્યાર્થિની ત્યાંથી ભાગી શકે તેવી સ્થિતિમાં રહી નહતી. ત્યારબાદ નિર્ભયે ધમકી આપી અકુદરતી સેક્સ કરાવ્યું હતું. ત્યારબાદ નિર્ભયે વિદ્યાર્થિનીને જવા કહ્યું હતું. પરંતુ, વિદ્યાર્થિની એટલી  હદે ડઘાઇ ગઇ હતી કે, શું કરવું તેની ખબર જ પડી નહતી. થોડા સમય પછી સ્વસ્થ થઇને વિદ્યાર્થિની કપડા  પહેરીને નીચે ઉતરતી હતી. ત્યારે ઇન્ટર્ન ડોક્ટરે ફરીથી એવી ધમકી આપી હતી કે, તું કોઇને કશું કહીશ તો હમણાં જે થયું છે. તેના  ફોટા મેં  પાડી લીધા છે. તે ફોટા તારા મા - બાપને મોકલી દઇશ અને ગૃપમાં વાયરલ કરી દઇશ. વિદ્યાર્થિની છેક હોસ્ટેલ સુધી પહોંચી ત્યાં સુધી નિર્ભયે સતત તેની સાથે જઇને તેને ધમકાવી હતી.


જવા દે, મને તારા પર દયા આવે છે, એટલે ડિલિટ કરી દઉં છું

 વડોદરા,તા. ૧૨ - ૦૩ - ૨૦૨૪ ના રોજ નિર્ભયે ફોન કરીને કહ્યું હતું કે, તું મારી સાથે ગર્લ ફ્રેન્ડ તરીકે સંબંધ રાખ તેમાં બહુ મજા આવશે. હું તને અભ્યાસમાં બહુ મદદ કરીશ. વિદ્યાર્થિનીએ ના પાડતા નિર્ભય ઉશ્કેરાઇ  ગયો હતો. તેણે વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની  ધમકી આપી હતી.

નિર્ભયે વિદ્યાર્થિનીને એવું કહ્યું કે, જવા દે બધી વાત મને તારા પર દયા આવે છે. એટલે બધા રેકોર્ડિંગ ડિલિટ કરી દઇશ. પરંતુ, આ રેકોર્ડિંગની એક કોપી પેન ડ્રાઇવમાં મેં ગોત્રી હોસ્પિટલની અગાશી પર રાખી છે. હું તને બોલાવું ત્યારે આવીને લઇ જજે. પેનડ્રાઇવ તું તોડી નાંખજે


તારે ગર્લફ્રેન્ડ તરીકે ના રહેવું હોય તો ફિઝિકલ સંબંધ રાખ

વડોદરા,૧૫ મી તારીખે સાંજે સાડા સાત વાગ્યે નિર્ભયે ફોન કરીને વિદ્યાર્થિનીને  કોલેજની બાજુમાં આવેલા બાકડા પાસે બોલાવી હતી. તેણે ફરીથી વોઇસ રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની ધમકી આપી કહ્યું કે, વાયરલ થશે તો તારી જીંદગી અને ફ્યૂચર બગડી જશે. વિદ્યાર્થિનીએ રિક્વેસ્ટ કરી હતી કે, આવું ના કરો. ત્યારે નિર્ભયે એવી ઓફર મૂકી કે, તારે મારી સાથે ગર્લફ્રેન્ડ તરીકે ના રહેવું હોય તો ફિઝિકલ સંબંધ રાખ.  તું આવું કરીશ તો તમામ વોઇક રેકોર્ડિંગ ડિલિટ કરી નાંખીશ. તેઓ વચ્ચે અડધો કલાક રકઝક ચાલી હતી.



બનાવની રાતનો વીડિયો આરોપીના મોબાઇલમાંથી મળ્યો

આરોપીના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી અપાયો

વડોદરા,ગોરવા પોલીસે ઇન્ટર્ન ડોક્ટરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે રિમાન્ડ અરજીમાં અગાઉ જણાવ્યું હતું કે, ડોક્ટરે ડોક્ટર તરીકેની  પદવી ધરાવતો હોવાછતાંય જુનિયર સાથે આ રીતનું કૃત્ય કર્યુ છે. બનાવ સમયે ઉતારેલો વીડિયો ક્યાં અને કયા ડિવાઇઝમાં રાખ્યો છે. તેની તપાસ કરવાની છે. પોલીસે આરોપીનો મોબાઇલ ફોન ચેક કર્યો ત્યારે એક વીડિયો ક્લિપ મળી હતી. જે બનાવની રાતની જ હતી. તે ક્લિપમાં વિદ્યાર્થિની જતી દેખાય છે. જોકે, અંધારૃં એટલું હતું કે, યુવતી છે કે યુવક તે પણ સ્પષ્ટ દેખાતું નથી. દુષ્કર્મ સમયનો કોઇ વીડિયો તેણે ઉતાર્યો નથી. આજે આરોપીના રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.



Google NewsGoogle News