Get The App

તરસાલીની યુવતીનું કોર્ટ સમક્ષ નિવેદન લેવામાં આવશે

કેટલાક યુવકો ન્યૂડ વીડિયો હોવાનું જણાવી બ્લેકમેલ કરતા હોવાનો આક્ષેપ

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
તરસાલીની યુવતીનું કોર્ટ સમક્ષ નિવેદન લેવામાં આવશે 1 - image

વડોદરા,તારા ન્યૂડ વીડિયો અમારી પાસે છે. તેવું કહીને યુવતીને બ્લેકમેલ કરવાના કિસ્સામાં આવતીકાલે પોલીસ દ્વારા યુવતીનું કોર્ટ સમક્ષ નિવેદન લેવડાવવામાં આવશે.

તરસાલી વિસ્તારમાં રહેતી યુવતી જ્યારે સગીર હતી ત્યારે એક યુવક સાથે તેની મિત્રતા હતી. તે યુવક કેનેડા ગયા પછી હેરાન કરતો હોવાની ફરિયાદ ગત તા. ૬ ઠ્ઠીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેની માતાએ નોંધાવી હતી. જે અંગે મકરપુરા પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન યુવતીએ ગઇકાલે પોલીસ સમક્ષ એવી કેફિયત રજૂ કરી  કે, તેના બોયફ્રેન્ડના મિત્રો એવું કહીને  બ્લેકમેલ કરી રહ્યા છે કે, તારા ન્યૂડ વીડિયો અમારી  પાસે છે. યુવતી અન્ય આરોપીઓના નામ પણ જણાવી રહી છે. જેથી, મકરપુરા પોલીસ દ્વારા આવતીકાલે યુવતીને કોર્ટમાં રજૂ કરી કોર્ટ સમક્ષ તેનું નિવેદન લેવડાવવામાં આવશે. તે નિવેદનના આધારે પોલીસ આગળ તપાસ હાથ ધરશે.


Google NewsGoogle News