Get The App

તપન પરમારના મર્ડરને નજરે જોનાર પાંચ સાક્ષીઓના કોર્ટ રૃબરૃ નિવેદન લેવાશે

કારેલીબાગની હત્યાની કોશિશના ગુનામાં પોલીસે એક સાક્ષીનું કોર્ટ રૃબરૃ નિવેદન લેવડાવ્યું

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
તપન પરમારના મર્ડરને નજરે જોનાર પાંચ સાક્ષીઓના કોર્ટ રૃબરૃ નિવેદન લેવાશે 1 - image

 વડોદરા,નાગરવાડામાં રહેતા પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમારના પુત્ર તપન પરમારની કરપીણ હત્યા કરવાના ગુનાની તપાસ દરમિયાન ં પોલસે અત્યારસુધી કુલ ૧૭ સાક્ષીઓના નિવેદનો લીધા છે. જે પૈકી પાંચ નજરે જોનાર સાક્ષીઓ છે. હત્યાની ઘટનાને નજરે જોનાર સાક્ષીઓના કોર્ટ રૃબરૃ નિવેદનો લેવડાવવામાં આવશે.

રવિવારની મોડીરાતે  સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતોએ ભાજપના  પૂર્વ કોર્પોરેટર તપન પરમાર હુમલો કર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું. રાવપુરા પોલીસે હત્યાની ઘટનામાં તપનના મિત્ર મિતેશ રાજપૂતની ફરિયાદના આધારે ૧૦ હત્યારાઓ સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હજી એક આરોપી ફરાર છે. એ.સી.પી. એ.વી. કાટકડે આ ગુનામાં હત્યાના મુખ્ય આરોપીં (૧) બાબર હબીબખાન પઠાણ(નાગર વાડા, સ્કૂલ નં.૧૦ પાછળ) તથા તેના સાગરીતો (૨) શકીલહુસેન એહમદભાઇ શેખ(નાગરવાડા,નવરંગ મહોલ્લોે) (૩) એઝાઝહુસેન એહમદભાઇ શેખ (નાગરવાડા,નવરંગ મહોલ્લો) તથા (૪) શબનમ વસિમ નૂરમહંમદ મનસૂરી (હાથીખાના, મહાવત ફળિયા) ની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે ઘટના સ્થળનું પંચનામુ કર્યુ હતું. તપાસ અધિકારી એ.વી. કાટકડે કુલ ૧૩ પંચનામા કર્યા છે. હત્યાની ઘટનાને નજરે નિહાળનાર કુલ પાંચ સાક્ષીઓ પોલીસને મળી આવ્યા છે.  પોલીસે તેઓના વિગતવારના નિવેદનો નોંધ્યા છે. આ ઉપરાંત અન્ય ૧૨ સાક્ષીઓના પોલીસે નિવેદન લીધા છે. પોલીસનું કહેવું છે કે, આ ગુનામાં મજબૂત પુરાવા મળી રહે તે માટે હત્યાની ઘટનાને નજરે જોનાર પાંચ સાક્ષીઓના કોર્ટ રૃબરૃ નિવેદન લેવામાં આવશે. જ્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાની કોશિશના ગુનામાં પોલીસે એક સાક્ષીનું કોર્ટ રૃબરૃ નિવેદન લેવડાવ્યું છે. જે સાક્ષી ઘટનાને નજરે જોનાર છે.


બાબર અને તેના ચાર સાગરીતોની હત્યાની કોશિશના ગુનામાં ધરપકડ

વડોદરા.તપન  પરમારની હત્યામાં પોલીસે બાબર પઠાણ સહિત ચાર આરોપીઓના રિમાન્ડ લીધા હતા. આજે રિમાન્ડ પૂરા થતા પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા  તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આ આરોપીઓની કારેલીબાગના હત્યાની કોશિશના ગુનામાં ધરપકડ કરવાની બાકી હતી. જેથી, કારેલીબાગ પોલીસે બાબર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. તેઓની પાસેથી ગુનામાં વપરાયેલા  હથિયારો કબજે કરવાની કવાયત પોલીસે હાથ ધરી છે.



સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક માટે તૈયારી

 વડોદરા,તપન પરમાર હત્યા કેસમાં આરોપીઓને કડક સજા થાય તે માટે પોલીસ દ્વારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક કરવા માટે રાજ્ય સરકારને  પત્ર લખવામાં આવ્યો છે. આ કેસની ચાર્જશીટ પણ ઝડપથી કરી દેવામાં આવશે. જેથી, ઝડપી ટ્રાયલ ચાલી જાય.



Google NewsGoogle News