સ્ટેટ મોનિટરીંગ સેલે કારમાંથી વિદેશી દારૃની ૨,૧૧૮ બોટલ ઝડપી લીધી

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
સ્ટેટ મોનિટરીંગ સેલે કારમાંથી વિદેશી દારૃની ૨,૧૧૮ બોટલ ઝડપી લીધી 1 - image


જિલ્લામાં વધતી જતી દારૃની હેરાફેરી વચ્ચે

દહેગામ સ્ટેશન પાસે પોલીસને જોઈને કાર મુકી ચાલક નાસી છૂટયો ઃ ૧૨.૩૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને દહેગામ સ્ટેશન પાસેથી વિદેશી દારૃ ભરેલી કારને કબજે કરી લેવામાં આવી હતી. જો કે બુટલેગર પોલીસને જોઈ કાર મૂકી નાસી છૂટયો હતો. દારૃ અને કાર મળી ૧૨.૩૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

પર પ્રાંતમાંથી વિદેશી દારૃ ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે તેને પકડવા માટેસ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ગાંધીનગર વિસ્તારમા પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી એક સફેદ કલરની કારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૃનો જથ્થો ભરી મોટા ચીલોડા દહેગામ થઈ અમદાવાદ રીંગરોડ બાજુ જનાર છે. જે હકીકતના આધારે બે અલગ અલગ ટીમ બનાવી મોટા ચીલોડા સર્કલથી આગળ હીમતનગર -અમદાવાદ હાઇવે રોડ તથા દહેગામ અમદાવાદ હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી.આ દરમ્યાન બાતમી મુજબની કાર મોટા ચીલોડા સર્કલ થઈ  દહેગામ-અમદાવાદ હાઇવે રોડ ઉપર દેખાઈ હતી જેના પગલે દહેગામ સ્ટેશન પાસે વાહનો રોકી ટ્રાફિક જામ કરી દેવાયો હતો. જેનાં પગલે દારૃ ભરેલી કારનો ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. બાદમાં પોલીસે કારની તપાસ કરતાં અંદરથી દારૃ ભરેલો હોવાનું જોવા મળ્યું હતું. કારને દહેગામ પોલીસ મથકે લઈ જઈ ગણતરી કરવામાં આવતાં રૃ. ૨.૩૩ લાખથી વધુની કિંમતની ૨૧૧૮ નંગ દારૃ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે એસએમસીએ દારૃના જથ્થા સહિત ૧૨.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.


Google NewsGoogle News