Get The App

મિલકત વહેંચણી માટે પુત્રએ સાસરિયા સાથે મળી માતા-પિતાને ધમકી આપી

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
મિલકત વહેંચણી માટે પુત્રએ સાસરિયા સાથે મળી માતા-પિતાને ધમકી આપી 1 - image


ગાંધીનગર નજીક રાયસણની વસાહતમાં

પુત્રએ માતાને લાફો મારી મિલકત નહીં વહેંચો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી : ઇન્ફોસીટી પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલી રાયસણની વસાહતમાં શાળામાં મિલકત વહેંચણી માટે સાસરિયાંઓ સાથે મળીને માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના બહાર આવી છે જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાયસણ સાર્થક કેમ્ફોર સોસાયટીમાં રહેતા ગીતાબેન સુભાષભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બીજા લગ્ન સુભાષભાઈ સાથે વર્ષ - ૨૦૦૦ માં થયા હતા અને સંતાનમાં એક દીકરી છે. તેમના પતિને પહેલાના લગ્નથી એક દિકરો કિશન છે. જેણે પરિવારની સંમતિ વિના ૨૦૧૭ માં રાજસ્થાન કોટાની રીયા શર્મા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. બાદમાં બંનેના ૨૦૧૮માં ધામ ધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન કર્યા પછી કિશન તેની પત્ની રિયા સાથે અમદાવાદ રહેવા જતો રહ્યો હતો. અને વાર-તહેવારે ક્યારેક બન્ને જણા રાયસણ આવતા જતા હતા. ગત ૨૬મી મેની રાતે ગીતાબેન એકલા ઘરે હતા. ત્યારે કિશન તેની પત્ની રીયા, સાસુ મંજુલાબેન સંદિપભાઇ શર્મા, સાળો કાશી ઉર્ફે સુખ શર્મા તેમજ સાળી ટ્વિનકલ શર્માને લઈને ઘરે ગયો હતો.જેથી ગીતાબેને પતિ - દિયરને ફોન કરીને બોલાવ્યા હતા. બાદમાં કિશનની સાસુ, સાળા તેમજ સાળી ત્રણેય જણાએ મિલકતની વહેંચણીની વાત શરૃ કરી હતી. જેથી પતિ - દિયરે અત્યારે મિલકત વહેચણીની કરવાની ના પાડી હતી અને કિશને એકદમ ઉશ્કેરાઈ જઈ બિભત્સ ગાળો બોલી ગીતાબેનને લાફો મારી ઝપાઝપી કરવા માંડયો હતો.બાદમાં મિલકતની વહેચણી નહિ કરી આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકીઓ આપી ત્યાંથી બધા નીકળી ગયા હતા. કિશન પુત્ર થતો હોય અને મિલકત વહેંચાણી બાબતે સમાજના આગેવાનો સાથે ચર્ચા ચાલતી હોવાથી ફરિયાદ કરી ન હતી પરંતુ તેમની પુત્રવધુએ રાજસ્થાનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ કરતા આ મામલે તેમણે ઈન્ફોસીટી પોલીસ મથકમાં આ પાંચ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાવ્યો હતો.


Google NewsGoogle News