એસઓજીની ટીમે પાન પાર્લરમાં દરોડો પાડી ઈ-સિગારેટનો જથ્થો ઝડપી લીધો

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
એસઓજીની ટીમે પાન પાર્લરમાં દરોડો પાડી ઈ-સિગારેટનો જથ્થો ઝડપી લીધો 1 - image


ગાંધીનગર નજીક વૈષ્ણોદેવી પાસે કોમ્પ્લેક્સમાં

અલગ અલગ ફ્લેવરની સિગારેટ મળી વેપારીને પકડી ૧૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક સરદાર પટેલ રીંગ રોડ ઉપર આવેલ તામ્બુલ પાન હાઉસ નામની દુકાનની આડમાં પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ થઇ રહ્યું હતું. જ્યાં એસઓજી પોલીસે દરોડો પાડી દુકાન સંચાલકની ધરપકડ કરી હતી અને દુકાનમાંથી ૧૨ હજારથી  વધુનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ અને નશાનો કારોબાર કરતા તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે,વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા રીંગ રોડ ઉપર આવેલ શાલીગ્રામ લેકવ્યુ કોમ્પલેક્ષ, દુકાન નં. ૨૦ તામ્બુલ પાન હાઉસ નામની પાન મસાલાની દુકાનમાં ઈ સિગારેટ નું વેચાણ થાય છે. આથી આ બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા પાન પાર્લર ચલાવતા સંજયભાઇ મંજીભાઇ કોલડીયા પોતાની દુકાનમાં ઇ ડીસ્પોઝેબલ અલગ અલગ ફ્લેવર વાળી કેમીકલ નિકોટીન યુકત ઇ-સીગારેટનો સંગ્રહ કરી પોતાના ગ્રાહકોને ઇ-સિગારેટ સ્વરૃપમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરતા પકડાયો હતો અને તે સી જી/૨૦૨, શાલીગ્રામ લેકવ્યુ, વૈષ્ણોદેવી સર્કલ, ખોરજ, ગાંધીનગર મુળ વતન દાંધીયા ગામ તા.સાવરકુંડલા જિ. અમરેલીનો હોવાનુ જણાવ્યું હતું. દુકાનમાં તપાસ કરતા દુકાનમાંથી અલગ અલગ ફ્લેવરની ઇ- સીગારેટ મળી આવી હતી કુલ -૧૦ ઇ સીગારેટ કુલ રૃ. ૧૨,૮૦૦/- નો મુદ્દામાલ જબ કરી લેવામાં આવ્યો હતો. આ ડીવાઇસ બાબતે પુછતા ઈ સિગારેટના ઉપરના ભાગે આવેલ કાણું મોઢામાં રાખી અંદર ખેંચવાથી સિગારેટની જેમ ધુમાડો નીકળતો હોવાનુ જણાવ્યુ હતું અને દુકાન ભાડે રાખી આ વેપાર ધંધો કરતા હોવાની પણ કબૂલાત કરી હતી. જેના પગલે પોલીસ દ્વારા તેની અટકાયત કરીને આ મામલે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News