દેલવાડામાં મકાનનું તાળું તોડી તસ્કરો ૫.૯૭ લાખની મત્તા ચોરીને પલાયન
માણસા તાલુકામાં તસ્કરોનો તરખાટ
વૃદ્ધ ખેડૂત તેમના પુત્રને ઘરે ગયા હતા ત્યારે અજાણ્યા ચોર કળા કરી ગયા : પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધ્યો
માણસા : માણસા તાલુકાના દેલવાડા ગામે રહેતા વૃદ્ધ ખેડૂત તેમના પુત્રને ઘરે ગયા હતા ત્યારબાદ રાત્રિના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ તેમના બંધ મકાન ના દરવાજાનું તાળું તોડી ઘરની તિજોરીમાં મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૫,૯૭,૦૦૦ ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા તો આ સિવાય પણ ગામમાં અન્ય ચાર મકાનોના તાળા તૂટયા હતા જે બાબતે ખેડૂતે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના દેલવાડા ગામે નવાપરા વિસ્તારના પટેલ વાસમાં
રહેતા પટેલ તુલસીભાઈ જીવણલાલ ના પત્ની તેમના મોટા પુત્રને ત્યાં અમદાવાદ રહે છે
અને નાનો પુત્ર માણસા ખાતે રહે છે જેમાં તુલસીભાઈ શનિવારે સાંજે દેલવાડા ગામે
તેમના મકાનને તાળું મારી નાના પુત્રના ઘરે માણસા આવ્યા હતા ત્યારબાદ રાત્રિના
કોઈપણ સમયે તેમના આ બંધ મકાન પાસે અજાણ્યા ચોર ઈસમો ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા
અને તેમના ઘરના મુખ્ય દરવાજાની બહાર લગાવે લોખંડની જાળી નું તાળું તોડી ઘરમાં
પ્રવેશી વચ્ચેના રૃમમાં મુકેલ લોખંડની બે તિજોરી ના તાળા ખોલી બધો સામાન વેરવિખેર
કરી ડ્રોવરના અંદરના ખાનામાં મુકેલો ૬૦૦૦૦ રૃપિયાની કિંમતની એક તોલાની સોનાની બે બુટ્ટી,૨૦૦૦ રૃપિયા ની
કિંમતની સોનાની ચુની, ૩૦ હજાર
રૃપિયાની કિંમતની અડધા તોલાની સોનાની કડી બે નંગ ૯૦,૦૦૦ રૃપિયા ની કિંમતની દોઢ તોલાની એક સોનાની ચેન,૩૦ હજાર રૃપિયાની
કિંમતની અડધા તોલાની સોનાની એક વીંટી,
૧,૫૦,૦૦૦ રૃપિયાની
કિંમતની અઢી તોલા સોનાની એક મગમાળા,૧,૨૦,૦૦૦ રૃપિયાની
કિંમતનો સોનાનો બે તોલાનો સિક્કો,૧૦૦૦૦
રૃપિયાની કિંમતના ૧૨ ચાંદીના સિક્કા અને ૧ લાખ ૫ હજાર રૃપિયા રોકડા મળી કુલ ૫ લાખ
૯૭ હજાર રૃપિયાની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા તો જ્યારે બીજા દિવસે
મકાન માલિકને ખબર પડતા તેઓ તાત્કાલિક દેલવાડા ગામે જઈ ઘરમાં તપાસ કરતાં સોના ચાંદી
અને રોકડની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું આ ઉપરાંત તેમની બાજુમાં રહેતા રમણભાઈ
સોમાભાઈ પટેલ તથા બાજુના વાસમાં વિષ્ણુભાઈ સોમાભાઈ પટેલ,ગોરધનભાઈ
જોઈતારામ પટેલ અને મંગળભાઈ સોમાભાઈ પટેલના ઘરના પણ તાળા તૂટયા હોવાનું જાણવા
મળ્યું હતું જે સમગ્ર બાબતે તુલસીભાઈ જીવણલાલ પટેલે તેમના ઘરમાં તાળા તોડી પ્રવેશી
ચોરી કરી ભાગી છૂટનાર અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા
પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.