મોર્નિંગ વોક પર નીકળેલા યુવકના ગળામાંથી સોનાની ચેઇન તોડી તસ્કરો ફરાર

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
મોર્નિંગ વોક પર નીકળેલા યુવકના ગળામાંથી સોનાની ચેઇન તોડી તસ્કરો ફરાર 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 05 ડિસેમ્બર 2023 મંગળવાર

માંજલપુર વિસ્તારમાં ઓક્ઝિલિયમ સ્કૂલની વહેલી સવારે ચાલવા માટે નીકળેલા યુવકના  ગળામાંથી ચેઇને તોડી તસ્કરો  ફરાર થઇ ગયા હતા. રિક્ષામાં આવેલા શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે ચેઇન આંચકી ધક્કો માર્યો હતો.   જેથી યુવકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચેઇને તોડનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નો્ધાવી છે. 

માંજલપુર વિસ્તારમાં લાલબાગ રોડ પર આવેલી નમ્રતા સોસાયટીમાં રહેતા વિશાલભાઈ દેવેંદ્રભાઈ ભાવસાર ઇનવેસ્ટમેન્ટ કંસલ્ટન્સી ઓફીસ અકોટા વિસ્તારમાં આવેલી છે, મંગળવારે હું મારા ઘરેથી ચાલવા માટે નિકળ્યો હતો અને ચાલતા ચાલતા ભવન સ્કુલ થઇ સુશેન સર્કલ તરફ જઇ રહ્યો હતો તે દરમિયાન  ઓક્ઝીલીયમ સ્કુલની સામે એક રીક્ષા મારી પાછળથી મારી નજીક આવી હતી અને રીક્ષામાં પાછળ બેઠેલા શખ્સે મારા ગળામાં હાથ નાખી મારી સોનાની પેન્ડલવાળી ચેઇન તોડી બીજા હાથે મને ધક્કો મારી ફરાર થઇ ગયા હતા. યુવક પડી ગયો હોય ચોરો રીક્ષા સુશેન સર્કલ તરફ ભગાડી નાશી ગયા હતા. જેેથી યુવકે પેન્ડલ સાથે .રૂ.૮૦,૦૦૦ની દોઢ તોલા સોનાની ચેઇન તોડીને જનાર સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે રિક્ષામા એક શખ્સ અને અન્ય પાછલ બેઠેલો હતો જેમાં પાછલવાળા શખ્સે તેમની ચેઇન આંચકી હતી. પોલીસ ગુનો નોંધી ચેઇન સ્નેચરોની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News