કોતરમાં સ્કૂલ બનાવી તેનું પરિણામ,પૂરમાં સ્લેબ ધરાશાયીઃહવે ગામના ખાનગી મકાનમાં સ્કૂલ ચાલશે

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
કોતરમાં સ્કૂલ બનાવી તેનું પરિણામ,પૂરમાં સ્લેબ ધરાશાયીઃહવે ગામના ખાનગી મકાનમાં સ્કૂલ ચાલશે 1 - image

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ભાલોદરા ગામે બે દાયકા પહેલાં સ્કૂલ બનાવવામાં થયેલી ઉતાવળને કારણે બાળકોને વેઠવાનો વખત આવ્યો છે.

ભાલોદરા ગામે ધોરણ ૧થી પ ની સ્કૂલ કોતરમાં બનાવી દેવામાં આવી હોવાથી  આ વખતે ઓરસંગમાં આવેલા પુરમાં સ્કૂલને ભારે નુકસાન થયું છે અને સ્કૂલનું શિક્ષણ કાર્ય ઠપ થઇ ગયું છે.

પૂરના ધસમસતા પ્રવાહમાં સ્કૂલનો સ્લેબ ધરાશાયી થઇ ગયો હતો.જેને કારણે તેની દીવાલોને પણ નુકસાન થયું છે.સારાનશીબે આ બનાવ બન્યો ત્યારે રજાનો દિવસ હોવાથી કોઇ જાનહાનિ થઇ નહતી.

નવી સ્કૂલ  બનાવવી પડે તેમ હોવાથી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સહિતના આગેવાનો નવી સ્કૂલ બનાવવા માટે જગ્યા શોધી રહ્યા છે.પરંતુ નવી સ્કૂલ  બનતાં ખાસ્સો સમય નીકળી જાય તેમ હોવાથી હાલ પુરતું પ્રવિણસિંહ નામના એક ગ્રામજનના મકાનના હોલમાં શિક્ષણકાર્ય ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


Google NewsGoogle News