વડોદરાના વડીવાડી સ્મશાનના સિક્યુરિટી જવાને પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી ગાળો દીધી
image : Freepik
- દારૂનો નશો કરીને માન ભૂલ્યા બાદ એક જ દિવસમાં 52 કોલ કર્યા
- દારૂનો નશો કરીને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ગાળો બોલનાર સિક્યુરિટી જવાની સામે ગુનો દાખલ કરી પોલીસે તેને લોકઅપમાં ફીટ કર્યો છે
વડોદરા,તા.1 ડિસેમ્બર 2023,શુક્રવાર
ગત 16મી નવેમ્બરે રાત્રે 11 વાગે પોલીસ કંટ્રોલરૂમના ઇમર્જન્સી 100 નંબર પર એક કોલ આવ્યો હતો જે કોલ મહિલા ASIએ રિસીવ કર્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાનું નામ સરનામું જણાવ્યું ન હતું અને તેની શું ફરિયાદ છે તે પણ કીધું ન હતું અને ગાળો બોલવા લાગ્યો હતો. આ વ્યક્તિએ 35 થી 40 કોલ કર્યા હતા અને કોઈ જ કારણ વગર ગાળો બોલતો હતો. જે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા મોબાઈલ નંબરનો ઉપયોગ કરનાર પ્રમોદ ઉચિતભાઈ યાદવ ઉંમર વર્ષ 27 રહેવાસી મુજ મહુડા મૂળ રહેવાસી બિહાર મળી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે પ્રમોદ યાદવ વડીવાડી સ્મશાન ખાતે સિક્યુરિટી તરીકે નોકરી કરે છે અને રાત્રે દારૂનો નશો કર્યા પછી ભાન ભૂલીને તેણે ઉપરાંત આપણી પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રમોદ યાદ આવે એક જ દિવસમાં 52 કોલ કરીને પોલીસને કાર્યવાહીમાં રૂકાવટ ઊભી કરી હતી.