સરદાર બાગ સ્વિમિંગ પૂલ અંતે ચાલુ કરી દેવામાં આવ્યો
લાલબાગ અને રાજીવગાંધી સ્વિમિંગ પૂલ આજથી ચાલુ કરી દેવામાં આવશે
વડોદરા, તા.17 વડોદરામાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી બંધ રહેલો શહેરનો પશ્ચિમ વિસ્તારનો વડીવાડી સ્થિત સરદારબાગ સ્વિમિંગ પૂલ આજ સવારથી શરૃ થઇ જતાં સ્વિમર્સ ખુશ થઇ ગયા હતા.
મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે આ પૂલ કોરોના સમય પૂર્વેથી બંધ હતો. સરદારબાગ સ્વિમિંગ પૂલમાં સવારેની ચાર અને સાંજની ત્રણ બેચ સ્વિમર માટે રાખવામાં આવી છે. આજે પ્રથમ દિવસે ૫૧ સ્વિમરે લાભ લીધો હતો. આ ઉપરાંત લાલબાગ અને રાજીવગાંધી સ્વિમિંગ પૂલ પણ પાણી ચોખ્ખુ થઇ જવાથી ગુરૃવારથી ચાલુ કરી દેવામાં આવશે. હાલ શહેરમાં અત્યાર સુધી કારેલીબાગનો સ્વમિંગ પૂલ જ ચાલુ હતો. ચારમાંથી ત્રણ સ્વિમિંગ પૂલ બંધ હોવાથી ગરમી અને વેકેશનની સીઝનમાં ચાલુ કરવા માગ ઊઠતા કમિશનરે તાત્કાલિક ચાલુ કરવા સૂચના આપી હતી. આમ હવે શહેરમાં ચારેય સ્વિમિંગ પૂલ ચાલુ થતા સ્વિમરોને અને વેકેશનમાં સ્વિમિંગ શીખવા આવનારને રાહત થઇ છે.