કોર્પોરેશનમાં આઉટસોર્સિંગ કર્મીઓનો પગાર ખર્ચ ચાર વર્ષમાં ચાર ગણો!
કાયમી કર્મીઓના અભાવે જરૃરિયાતના કારણે ભરતી કરવાને પગલે
૨૦૨૧માં ૭.૪૧ કરોડની સામે ગત વર્ષે કર્મચારીઓના પગાર પેટે ૨૬ કરોડ રૃપિયાની રકમ ચૂકવવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકામાં વિસ્તાર અને કામગીરી વધવાને કારણે વખતોવખત આઉટસોસગ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. જેના કારણે તેમનો પગાર ખર્ચ પણ વધી રહ્યો છે. ચાર જ વર્ષમાં આ પગાર ખર્ચ ચાર ગણો થવા પામ્યો છે. વર્ષ ૨૦૨૧માં ૭.૪૧ કરોડની સામે ગત વર્ષે કર્મચારીઓના પગાર પેટે ૨૫.૯૯ કરોડ રૃપિયાની રકમ ચૂકવવામાં આવી હતી.
રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા વર્ષ ૨૦૧૧માં
અસ્તિત્વમાં આવી હતી અને ત્યારબાદ કોર્પોરેશનને સરકાર દ્વારા અલગ અલગ જવાબદારીઓ
સોંપવામાં આવી હતી. શરૃઆતમાં ફક્ત સફાઈની જ કામગીરી સંભાળનાર કોર્પોરેશન હવે
ગાંધીનગર શહેર ઉપરાંત આસપાસના ૧૮ ગામો અને પેથાપુર પાલિકાના વિસ્તારમાં પણ પાણી
ગટર સહિતની કામગીરીનું સંચાલન કરી રહી છે. કોર્પોેરેશનમાં હાલ અલગ અલગ ૩૫ જેટલી
શાખાઓ કાર્યરત છે ત્યારે તેમાં જરૃરિયાત પ્રમાણે કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં
આવી નથી. જેના કારણે અન્ય કર્મચારીઓની કામગીરીનું ભારણ ઘટાડવા અને ઝડપથી કામગીરી
કરવા માટે કોર્પોરેશન દ્વારા વખતોવખત આઉટસોસગથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી
છે જેના કારણે આ કર્મચારીઓના પગાર ખર્ચમાં પણ સતત વધારો થતો જોવા મળે છે વર્ષ
૨૦૨૦-૨૧ના બજેટમાં કોર્પોરેશન દ્વારા આઉટસોસગ કર્મચારીઓના પગાર પેટે ૭.૪૧ કરોડ
રૃપિયાનો ખર્ચ કર્યોે હતો ત્યારબાદ વર્ષ ૨૦૨૨- ૨૩ના બજેટમાં આ ખર્ચ ૧૨.૯૩ કરોડ
પહોંચ્યો હતો અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૭ કરોડ રૃપિયાના અંદાજ સામે ૨૫.૯૯ કરોડ
રૃપિયાનો ખર્ચ થઈ ગયો હતો ત્યારે વર્ષ ૨૦૨૪ -૨૫ના બજેટમાં આઉટસોસગના કર્મચારીઓનો
પગાર ખર્ચ ૨૬ કરોડ રૃપિયા અંદાજવામાં આવ્યો છે અને તે આગામી સમયમાં વધી પણ શકે છે.
નોંધવું રહેશે કે કોર્પોેરેશન દ્વારા હવે કાયમી કર્મચારીઓની ભરતી કરવા માટે પણ
કામગીરી શરૃ કરી દેવામાં આવશે.