Get The App

ભારત-સ્પેનના PMને અભેદ સુરક્ષા કવચઃ જુદાજુદા સેક્ટરમાં 17 IPS બંદોબસ્ત જાળવશેઃ સમગ્ર રૂટ પોલીસ છાવણીમાં તબદિલ

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
ભારત-સ્પેનના PMને અભેદ સુરક્ષા કવચઃ જુદાજુદા સેક્ટરમાં 17 IPS બંદોબસ્ત જાળવશેઃ સમગ્ર રૂટ પોલીસ છાવણીમાં તબદિલ 1 - image


વડોદરાઃ વડોદરામાં ભારત અને સ્પેનના વડાપ્રધાનના કાર્યક્રમને પગલે તેમના રૂટ પર અભેદ સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે.

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે પહોંચી ગયા છે.જેથી બંને દેશના વડાપ્રધાન માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ,બંદોબસ્ત માટે વડોદરાના 7 આઇપીએસની સાથે બહારના 10 આઇપીએસ પણ સેક્ટર પ્રમાણે  ફરજ બજાવશે.જ્યારે, સ્પેશિયલ કમાન્ડોઝ સહિત કેન્દ્ર અને સ્ટેટની સુરક્ષા એજન્સીના અધિકારીઓની ફોજ પણ ઉતરી આવી છે.આ ઉપરાંત બંદોબસ્ત માટે બહારથી પણ  પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો છે.

બંને વડાપ્રધાનના રૂટ પર હાઇરાઇઝ પોઇન્ટો તેમજ કોર્પોરેશન અને પોલીસના સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે.


Google NewsGoogle News