સિંધાલીથી મહુધાને જોડતો રોડ બિસ્માર હાલતમાં, વાહન ચાલકો પરેશાન
- રજૂઆત છતાંય સત્તાધિશો ધ્યાન આપતા નથી
- ખરાબ રોડના કારણે ખાસ કરીને રાત્રિ દરમિયાન અકસ્માતનો ભય
મહુધા તાલુકાના સિંધાલી તેમજ મંગલપુર ગામથી મહેમદાવાદ ડાકોર રોડને જોડતો સિંગલ પટ્ટી રોડ આવેલ છે. આ રોડ ઉપર વાહનોની ભારે અવરજવર રહે છે ત્યારે આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાયો છે જેના કારણે રોડ ઉપરના કપચી તેમજ ધૂળની ડમરી ઉડી રહી છે. આ રોડ ધૂળિયા રસ્તામાં ફેરવાઈ ગયો છે.
આ બિસ્માર રોડનું સમાર કામ કરવા સ્થાનિક લોકોએ અવારનવાર જિલ્લાના સત્તાધિશોને રજૂઆત કરવા છતાં પ્રજાની રજૂઆતને કાને ધરવામાં આવતી નથી. જેથી સિંગાલી તેમજ મંગલપુરના ગ્રામજનો ભારે રોષે ભરાયા છે. આ ઉપરાંત રોડની બંને સાઇડ ઉપર ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય સર્જાયું છે જેના કારણે સામેથી કોઈ વાહન આવતું હોય તો જોઈ ન શકાય તેવી સ્થિતિ સર્જાય છે.
ત્યારે માર્ક મકાન વિભાગ દ્વારા વહેલી તકે રોડનું સમારકામ કરવા ગ્રામજનોમાં લાગણી વ્યાપી છે.