દારૂની બોટલ આપવાનું જણાવી રીક્ષા ચાલકે એન આર આઈ ના 1.66 લાખના દાગીના લૂંટી લીધા
Image: Freepik
ઓસ્ટ્રેલિયામાં રહેતા અને એક મહિના માટે વડોદરા મમ્મી પપ્પા ના ઘરે આવેલા એનઆરઆઈ ને દારૂની બોટલ અપાવવાનું જણાવે રીક્ષા ચાલક અને તેના સાગરીતોએ 1.66 લાખના દાગીના લુટી લીધા હતા.
ઓસ્ટ્રેલિયા ના અર્થ સિટીમાં ટેક્સી ડ્રાઇવરની નોકરી કરતો જીગ્નેશકુમાર જયંતીલાલ પટેલ મૂળ માંજલપુર અલવાનાકા શિવમ ડુપ્લેક્સ માં રહે છે ગત પાંચમી એપ્રિલે એક મહિના માટે જીગ્નેશ અને તેની પત્ની ઓસ્ટ્રેલિયા થી વડોદરા મમ્મી પપ્પા ના ઘરે મળવા આવ્યા હતા.
જીગ્નેશ પટેલ એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 26 તારીખે બપોરે 1:00 વાગ્યે મારા ઘરે થી શટલ રિક્ષામાં બેસીને તરસાલી ગયો હતો ત્યાં બીજો એક રિક્ષાવાળો મને મળ્યો હતો. મેં તેને કહ્યું હતું કે મારી દારૂની બોટલ લેવી છે તેણે મને રિક્ષામાં બેસી જવા કરતાં હું રિક્ષામાં બેસી ગયો હતો તેણે પોતાનું નામ જીતુ પઢિયાર જણાવ્યું હતું. અમે બંને રીક્ષા લઈને તરસાલી 7 માર્કેટ પાસે આવ્યા હતા ત્યાં રિક્ષાવાળા જીતુ એ તેના બીજા બે મિત્રોને તેની સાથે લઈ લીધા હતા ત્યારબાદ જીતુ રિક્ષા લઈને તરસાલી થી નાની ગલીમાં જઈને એક ખેતરમાં લઈ ગયો હતો ત્યાં અમે બધાએ થોડીવાર બેસીને વાતચીત કરી હતી થોડા સમય પછી જીતુ પડિયાર તથા તેની સાથે આવેલા બે તેના મિત્રોએ મને ધમકી આપી મારા ગળામાં પહેરેલી સોનાની 27 ગ્રામની માળા 12 ગ્રામનું બ્રેસલેટ તથા 17 ગામની બે વીટીઓ લૂંટી લીધી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા જતા જતા તેમને મને ધમકી આપી હતી કે આ વાત પોલીસને કહેતો નહીં. નહિતર તને મારી નાખીશું.
મારા ઘરે ખબર પડશે તો મમ્મી પપ્પા ગુસ્સે થશે તેમ વિચારીને હું ઘરે ગયો ન હતો અને તરસાલી વુડાના મકાનના બહારના ભાગે બાંકડે બેસી રહ્યો હતો અને ત્યાં સુઈ ગયો હતો બીજે દિવસે બપોરે 02:30 વાગે હું મારા મિત્ર વિરલ ની ઓફિસે ગયો હતો વિરલે મારા પપ્પાને ફોન કરીને ઓફિસે બોલાવી સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ વિરલ તેની કારમાં મને તથા મારા મમ્મી પપ્પાને ઘરે મૂકી ગયો હતો.