ફાયર સિસ્ટમ કામમાં લાગીઃફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં રેસ્ટાેરાંના સ્ટાફે આગ કાબૂમાં લઇ લીધી

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
ફાયર સિસ્ટમ કામમાં લાગીઃફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં રેસ્ટાેરાંના સ્ટાફે આગ કાબૂમાં લઇ લીધી 1 - image

વડોદરાઃ ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડિંગોમાં ફાયર સિસ્ટમ માટેની ઝુંબેશ કેટલી ઉપયોગી બને છે તેનો કિસ્સો આજે સમા-સાવલી રોડ પર જોવા મળ્યો હતો.

સમા-સાવલી રોડ પર આવેલા લોટસ ઔરા બિલ્ડિંગના પહેલા માળે આવેલી એક રેસ્ટોરાંમાં આજે કિચનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી.

તો બીજીતરફ સ્ટાફ દ્વારા રેસ્ટોરાંની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ફાયર  બ્રિગેડ આવે તે પહેલાં આગ કાબૂમાં લઇ લીધી હતી.જેને કારણે વધુ નુકસાન થતું અટક્યું હતું.


Google NewsGoogle News