શિકાર કરાયેલી નિલગાયના વિશેરા ફારેન્સિક તપાસ માટે મોકલી અપાયા
ડફેર ગેંગ દ્વારા બંદૂકની ગોળી મારીને
પેનલ ડોક્ટર મારફતે કરાયેલા પોસ્ટમોર્ટમ બાદ ફોરેન્સિક તપાસ જરૃરી : શિકારી ગેંગને શોધવા પેટ્રોલીંગ વધારાયું
ઉત્તર ગુજરાતના ઘણા ગામોમાં ડફેર ગેંગનો ત્રાસ વધી રહ્યો છે
ત્યારે આ ગેંગે હવે ગાંધીનગરમાં પણ પ્રવેશ કર્યો છે. ગઇકાલે તપોવન સર્કલ પાસે સુઘડ
કેનાલ પાસે બંદૂકની ગોળી મારીને નિલગાયનો શિકાર કરવામાં આવ્યો હતો જે અંગે શ્રી
રામ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સ્વયંસેવકોએ વનવિભાગને જાણ કરતા તંત્ર દોડતું થઇ
ગયું હતું અને વનવિભાગે આ મૃત નિલગાયનું પેનલ ડોક્ટર મારફતે પોસ્ટમોર્ટમ કરાવ્યું
હતું. નિલગયાની મૃત હાલત તથા પોસ્ટમોર્ટમને આધારે ગોળી મારીને નિલગાયની હત્યા
કરવામાં આવી હોવાનું ડોક્ટરોએ પ્રાથમિક તારણ કાઢ્યું છે.
તો બીજીબાજુ કાર્યવાહીના ભાગરૃપે શિકાર કરાયેલી મૃત
નિલગાયના વિશેરા લઇને તેની પણ તપાસ માટે ફોરેન્સીક સાયન્સ યુનિ.માં મોકલવામાં
આવ્યા છે અને ત્યાં પણ જરૃરી સાયન્ટીફિક તપાસ કરીને મોતનું સાચુ કારણ સાબિત
કરવામાં આવશે. સાથે સાથે વનવિભાગ અને પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલીંગ
વધારીને બુંદૂક લઇને ફરતી ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.