બિલ્ડરે વેચાણ કરેલી પ્રોપર્ટી પર બેંક દ્વારા કબજો ના મેળવી શકાય

ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબની પ્રોપર્ટી મુદ્દે રેરાનો ચુકાદો ઃ બેંક હરાજી અથવા માલિકી ટ્રાન્સફર ના કરી શકે

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
બિલ્ડરે વેચાણ કરેલી પ્રોપર્ટી પર બેંક દ્વારા કબજો ના મેળવી શકાય 1 - image

વડોદરા, તા.29 બિલ્ડર દ્વારા વેચાણ કરેલી પ્રોપર્ટી બિલ્ડર જો બેંક લોન ભરપાઇ ના કરે તો બેંક દ્વારા વેચાણ કરેલી પ્રોપર્ટી ગ્રાહક પાસેથી કબજે લઇ શકાય નહી તેમજ બેંક પણ આ પ્રોપર્ટીની હરાજી અથવા માલિકીહક્ક ટ્રાન્સફર કરી ના શકે તેવો ચુકાદો વડોદરાના બહુચર્ચિત બિલ્ડર દંપતીની ન્યુવીઆઇપીરોડ ખાતેની ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબની પ્રોપર્ટી માટે આપ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ધર્મેશ લોહાણાએ  મનિષ પટેલ અને તેની પત્ની દ્વારા ન્યુ વીઆઇપીરોડ પર ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની પ્રોપર્ટીમાં રૃા.૮૯ લાખમાં એક દુકાન બુક કરી હતી. આ માટે રૃા.૭૦.૫૩ લાખ ચૂકવ્યા હતાં અને વર્ષ-૨૦૧૭માં એલોટમેન્ટ લેટર મેળવ્યો હતો તેમજ એગ્રીમેન્ટ પણ કર્યા હતાં. જો કે બાદમાં બિલ્ડર દંપતી દ્વારા પ્રોજેક્ટ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી લીધેલી લોન ભરપાઇ નહી કરી શકતાં કોમર્શિયલ હબનો કબજો મેળવી પ્રોપર્ટી સીલ કરી દીધી હતી.

ધર્મેશભાઇ જ્યારે પ્રોપર્ટીના સ્થળ પર ગયા ત્યારે એસબીઆઇનું બોર્ડ લગાવેલું જોયું હતું જેથી તેમણે ગુજરેરામાં કેસ કરતાં રેરા દ્વારા ચુકાદો આપ્યો હતો જેમાં જણાવ્યું હતું કે બિલ્ડરે વેચાણ કરેલી મિલકત જેમાં એગ્રીમેન્ટ પણ થયા  હોય તેવી પ્રોપર્ટી બેંકની જપ્તી હોવા છતાં ના લઇ શકે. રેરાએ નોંધ્યુ હતું કે બેંક આ પ્રોપર્ટીની હરાજી અથવા ટ્રાન્સફર પણ ના કરી શકે. રેરાએ સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવેલ કે સિક્યુટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટિ ઇન્ટરસ્ટ એક્ટ (સરફેસી) હેઠળ આવી પ્રોપર્ટી બેંક ગ્રાહક પાસેથી ના લઇ શકે. 

ગુજરેરાના આ ચુકાદાથી પ્રોપર્ટીના પ્રોજેક્ટ પર બેંકમાંથી લોન મેળવ્યા બાદ લોન નહી ભરતા બિલ્ડરોને ફટકાર સમાન આ ચુકાદાથી અનેક ગ્રાહકોને ફાયદો થાય તેમ મનાય છે.




Google NewsGoogle News