Get The App

૨.૭૨ કરોડનો ખર્ચ છતાં રખડતા ઢોરનો પ્રશ્ન જૈસેથે

બે વર્ષમાં ઢોર પકડયા બાદ કોર્પો.ને ૩૨.૦૩ લાખની આવક થઇ સામે ૨.૭૨ કરોડનો ખર્ચ

Updated: Oct 7th, 2022


Google NewsGoogle News
૨.૭૨ કરોડનો ખર્ચ છતાં રખડતા ઢોરનો પ્રશ્ન જૈસેથે 1 - image

વડોદરા,વડોદરા શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન માથાના દુઃખાવા સમાન થઇ ગયો છે. કોર્પોરેશનની ઢોરપાર્ટી દ્વારા રોડ પરથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે. ઢોર પકડયા બાદ તેના માલિકો પાસેથી કરવામાં આવેલી દંડની વસૂલાત સામે પકડેલા ઢોરની સારસંભાળ રાખવાો ખર્ચ કોર્પોરેશનને માથે પડી રહ્યો છે. જોકે આટલો બધો ખર્ચ કરવા છતાં પણ ઢોરની સમસ્યા યથાવત રહી છે.

આરટીઆઇ હેઠળ આ માટે કોર્પોરેશન પાસેથી વિગતો  માગવામાં આવી હતી જેમાં વર્ષ ૨૦૨૧ થી વર્ષ ૨૦૨૨ સુધીમાં કેટલા ઢોર પકડયા, દંડ કેટલો મળ્યો અને કેટલો ખર્ચ થયો તે અંગે માહિતી અપાઇ હતી કે વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ ના સમયગાળા દરમિયાન ૪૬૩૮ ઢોર પકડવામાં આવ્યા હતા. જેની સામે ઢોર છોડવા અને ઢોરના દંડની આવક રૃા.૩૨.૦૩.૮૦૦/- થઇ છે, પરંતુ ઢોર પકડવામાં આવ્યા બાદ સાર સંભાળ માટેનો ખર્ચ ૨,૭૨,૧૯,૩૦૭/- થયેલો છે. આરટીઆઇ હેઠળ વિગતો માગનારનું  કહેવું છે કે જો આટલા જ રૃપિયા ખર્ચ કરી ગૌચર જમીન અથવા કોઇપણ જમીન આપી વેરા તરીકે ગોપાલકો પાસેથી વસુલાત કરવામાં આવી હોત તો કોર્પોરેસનની આવકમાં વધારો જોવા મળ્યો હતો, અને શહેરનમાં ઢોર રખડતું જોવા મળ્યું ન હોત, પરંતુ આટલો ખર્ચ કરવા છતાં પણ સમસ્યા યથાવત રહી છે એક બાજુ પ્રદેશ ભાજપ પ્રમુખ ઢોર પકડવા માટે વડોદરાના મેયરને ટકોર કરે છે. 

બીજીબાજુ સરકારે જ ઢોરના કાયદાના પાલનમાં ઢીલાશ મૂકી છે. ગોપાલકો સાથે તાત્કાલિક મિટિંગ કરી સમસ્યાનું નિરાકરણ લાવવું જોઇએ. ૨.૭૨ કરોડ ખર્ચ માત્ર સારસંભાળ રાખવામાં જ થયો છે. જ્યારે પકડવાનો અને સિક્યુરિટીનો ખર્ચ તો હજી ગણતરીમાં લીધો નથી.


Google NewsGoogle News