Get The App

વડોદરાની દિવ્યાંગ ચિત્રકાર દિયાને વડાપ્રધાને પત્ર લખ્યો

'તારી ચિત્રકળામાં એક ઉમદા કલાકાર તરીકેની છબી પ્રગટી આવે છે'

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
વડોદરાની દિવ્યાંગ ચિત્રકાર દિયાને વડાપ્રધાને પત્ર લખ્યો 1 - image


વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝની વડોદરા મુલાકાત વખતે બન્ને મહાનુભાવોના સ્કેચ બનાવીને ગિફ્ટ આપનાર વડોદરાની દિવ્યાંગ ચિત્રકાર દિયા ગોસાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર પાઠવીને દિવાળીની શુભેચ્છા પાઠવી છે અને દિયાની ચિત્રકળાના વખાણ પણ કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન સાંચેઝને દિયાએ રોડ શો દરમિયાન સ્કેચ ગિફ્ટ આપ્યા હતા

એમ. એસ. યુનિવસટીમાં અભ્યાસ કરતી દિયા ગોસાઇએ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝના પોટ્રેટ બનાવ્યા હતા. બન્ને વડાપ્રધાનના રોડ શો દરમિયાન એરપોર્ટ રોડ ઉપર દિયા અન્ય લોકોની જેમ જ રોડની સાઇડમાં વ્હિલચેર ઉપર બન્ને સ્કેચની ફ્રેમ લઇને ઊભી હતી. જેવો મહાનુભાવોનો કાફલો અહીથી પસાર થયો. નરેન્દ્ર મોદીનું ધ્યાન દિયા તરફ ગયુ અને કાફલો રોકાવીને તેઓ દિયા પાસે ગયા હતા આ વખતે સાંચેઝ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને દિયાએ બન્નેને સ્કેચ ગિફ્ટ આપ્યા હતા. આ ઘટના બાદ તા.૧ નવેમ્બરે બેસતા વર્ષના દિવસે  દિયાના ઘરના સરનામે વડાપ્રધાનનો પત્ર પ્રાપ્ત થયો. પત્રમાં વડાપ્રધાને ઉલ્લેખ કર્યો છે કે મનોહર ચિત્રભેટ અવર્ણનીય આનંદ આપનારી છે.સ્પેનના રાષ્ટ્રપતિ ચિત્રભેટથી ખૂબ ખુશ થયા છે. તારી ચિત્રકળામાં એક ઉમદા કળાકાર તરીકેની છબી પ્રગટી આવે છે.નાની વયે અસાધારણ પ્રતિભા અને ઈશ્વરદત્ત કૃપા અનહદ આનંદ આપે છે.  

Google NewsGoogle News